ગુજરાત

gujarat

પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ઓક્સિજનના બાટલા પર લગાવ્યા પોતાના સ્ટીકરો !

By

Published : Apr 20, 2021, 10:17 PM IST

કોરોના સંક્રમણ કાળમાં નેતાઓને સસ્તી પ્રસિદ્ધિ સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા પૂર્વ ધારાસભ્ય અને એક સમયે રાજ્ય સરકારમાં સંસદીય સચિવ તરીકે કામ કરી રહેલા હીરા સોલંકીની આજે મંગળવારે માનવતાને કલંક લગાવતા હોય તે પ્રકારની કામગીરી સામે આવી છે. રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં હીરા સોલંકી લોકોને મદદ કરવાનો ખૂબ ઉમદા વિચાર કર્યો હતો પરંતુ વિચારની પાછળ સસ્તી પ્રસિદ્ધિ હોય તેવું સામે આવ્યું છે. હીરા સોલંકીએ ઓક્સિજનના સિલિન્ડર પર પોતાના ફોટા સાથેનું સ્ટીકર લગાવીને જાણે કે કોરોના જેવા કપરા કાળમાં પણ સસ્તી પ્રસિદ્ધિ કરતા હોય તે પ્રકારનું અતી નિંદનીય કાર્ય કર્યું છે.

પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ઓક્સિજનના બાટલા પર લગાવ્યા પોતાના સ્ટીકરો !
પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ઓક્સિજનના બાટલા પર લગાવ્યા પોતાના સ્ટીકરો !

  • કોરોના સંક્રમણ કાળમાં સેવાની સાથે બહાર આવી સસ્તી પ્રસિદ્ધિ
  • રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ઓક્સિજન સિલિન્ડર પણ છપાવ્યા પોતાના સ્ટીકરો
  • વિવાદ સર્જાતા હિરા સોલંકીએ લૂલો બચાવ કર્યો

અમરેલીઃકોરોના સંક્રમણ કાળમાં પણ નેતાઓ જાણે કે પ્રસિદ્ધિના ભૂખ્યા હોય તે પ્રકારના નિંદનીય અને વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને એક સમયે સરકારના સંસદીય સચિવ હીરા સોલંકી માનવતાની વહારે આવવાનો અતિ ઉત્તમ વિચાર કર્યો હતો. સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને કારણે રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી ત્યારે હીરા સોલંકી દર્દીઓની મદદે આવવાનો વિચાર કર્યો હતો.

કોરોના સંક્રમણ કાળમાં સેવાની સાથે બહાર આવી સસ્તી પ્રસિદ્ધિ

કોરોના કેર સેન્ટરમાં 150 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો દર્દીની મદદ માટે ઊભા કર્યા

હીરા સોલંકીએ છતડીયા રોડ પર ખાનગી શાળામાં ઉભા કરાયેલા કોરોના કેર સેન્ટરમાં 150 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો દર્દીની મદદ માટે ઊભા કર્યા હતા. હીરા સોલંકીએ પોતાના નામ અને ફોટા સાથેના સ્ટીકરો છપાવીને કોરોના સંક્રમણ કાળમાં પણ સસ્તી પ્રસિદ્ધિની ભૂખ જાણે કે ઉજાગર કરી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. હીરા સોલંકી ફોટોસેશન કરાવીને પણ આ સંક્રમણ કાળમાં સસ્તી પ્રસિદ્ધિ માટેની ભૂખ જાણે ઉજાગર કરી હોય તેવું સ્પષ્ટ લાગે આવે છે.

રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ઓક્સિજન સિલિન્ડર પણ છપાવ્યા પોતાના સ્ટીકરો

આ પણ વાંચોઃ સુરતના એક વેપારીએ લોકોની સમસ્યા જોઈ તેમને ઓક્સિજનની નાની બોટલ નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો

આ ભૂલ તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવીઃ હીરા સોલંકી

સમગ્ર મામલાને લઈને હીરા સોલંકીનો ETV Bharatના સંવાદદાતા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની ભૂલ તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા આવો એક પણ આદેશ કે હુકમ કરવામાં આવ્યો ન હતો. જ્યારે આટલી મોટી વ્યવસ્થા ખાનગી સંસ્થામાં થઈ રહી હોય જેનું સંચાલન પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ કરી રહ્યા હોય ત્યારે કાર્યકરો કોઈ પણ નિર્ણય પોતાની ઇચ્છાથી લઈ શકે એ વાત પણ અનેક શંકાઓ ઊભી કરી રહી છે. જે પ્રકારે હીરા સોલંકી પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ જણાઇ આવે છે કે, હવે જ્યારે મામલો સસ્તી પ્રસિદ્ધિને લઈને ગરમાયો છે ત્યારે તેઓ દોષનો ટોપલો કાર્યકરો પર ઢોળી રહ્યા છે તે પણ એક નિંદાને પાત્ર બની શકે છે.

વિવાદ સર્જાતા હિરા સોલંકીએ લૂલો બચાવ કર્યો

આ પણ વાંચોઃ અમિત ચાવડાએ મુકેશ અંબાણીને પત્ર લખી ગુજરાતને નિઃશુલ્ક ઓક્સિજન આપવાની માગ કરી

હીરા સોલંકીએ આ મામલાથી દૂરી બનાવી

કોરોના કાળમાં સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને લોકસેવા કરતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આ સંક્રમણ કાળમાં સહુ કોઈની મદદ કરવા માટે સામે આવતા હોય છે. કોવિડ કેર સેન્ટર બનાવી રહ્યા છે પરંતુ આ પ્રકારની સસ્તી પ્રસિદ્ધિનો કિસ્સો કદાચ ગુજરાતમાં પહેલી વખત જ ઉજાગર થયો હશે તેવું આપણે ચોક્કસ કહી શકીએ. હીરા સોલંકીએ ઓક્સિજનના સિલિન્ડર પર પોતાનું નામ અને ફોટા ચિપકાવીને સસ્તી પ્રસિદ્ધિ કરતા હોય તે પ્રકારનું અતી નિંદનીય કાર્ય કર્યું છે. આ જે પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકીએ કર્યું છે જેનો તેમને થોડો પણ અફસોસ ન હોય તે પ્રકારે તેમણે સમગ્ર મામલાને તેમના કાર્યકરો ઉપર છોડીને મામલાથી પોતાની જાતને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે.

કોરોના કેર સેન્ટરમાં 150 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો દર્દીની મદદ માટે ઊભા કર્યા

ABOUT THE AUTHOR

...view details