ગુજરાત

gujarat

Murder News Amreli : બવાડા ગામમાં વૃદ્ધ દંપતીની અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ હત્યા

By

Published : Jun 19, 2021, 10:19 PM IST

અમરેલી જિલ્લાના બવાડા ગામમાં એક વૃદ્ધ દંપતિની કોઇ અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરી નાંખી હતી. ઘરનો તમામ સરસામાન વેરવિખેર હોવાથી લૂંટ કે ચોરીના ઇરાદે હત્યા થયાનુ ચર્ચાઈ રહ્યું છે. આ બનાવ અંગે જાણ થતા પોલીસનો જંગી કાફલો બવાડા દોડી ગયો હતો.

Amreli Breaking News
Amreli Breaking News

  • બવાડા ગામમાં વૃદ્ધ દંપતીની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા
  • પોતાના ઘરમાં લોહીથી તરબોળ મૃતદેહો મળતા તંત્રમાં દોડધામ
  • બવાડા ગામમાં વૃદ્ધ દંપતીની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરાઈ
  • પોતાના ઘરમાં લોહીથી તરબોળ મૃતદેહો મળતા તંત્રમાં દોડધામ મચી

અમરેલી : જિલ્લાના લીલીયા તાલુકાના બવાડા ગામે રહેતા અને ખેતી સંભાળતા વૃદ્ધ દંપતિની કોઇ અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરી નાખી હતી. ઘરનો તમામ સરસામાન વેરવિખેર હોવાથી લૂંટ કે ચોરીના ઇરાદે હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું છે. મોડી સાંજે બનાવ અંગે જાણ થતા પોલીસનો જંગી કાફલો બવાડા દોડી ગયો હતો.

આ પણ વાંચો : Murder: પોરબંદરના કોલીખડા ગામમાં સાથે હોટેલમાં જમ્યા બાદ મિત્રે જ કરી મિત્રની હત્યા

અજાણ્યા શખ્સોએ શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી

લીલીયા તાલુકાના બવાડા ગામની સીમમાં વાડીએ રાત્રે સુતેલા ભીમજી ભગવાનભાઇ દુધાત તથા તેમના પત્ની લાભુબેનની અજાણ્યા શખ્સોએ શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ વૃદ્ધ દંપતિ બવાડામાં રહી પોતાની 13 વીઘાની ખેતીનો વહિવટી સંભાળતા હતા. જ્યારે તેમનો પુત્ર ઇન્દ્રવદન સુરતમાં પાઈવેટ ધંધા સાથે સંકળાયેલો છે.

આ પણ વાંચો : કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે પત્નીની હત્યા કેસમાં પતિને આજીવનકેદની સજા ફટકારાઈ

ભેદી હત્યાના બનાવોથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો

શુક્રવારે સાંજે આ દંપતિ પોતાના ઘરમાં ગયા બાદ આજે શુક્રવારે તેના ઘરનો ડેલો ખુલ્યો ન હતો. સાંજ સુધી કોઇ ઘરની બહાર ન આવતા પાડોશીઓ અને સંબંધીઓએ દરવાજો ખખડાવ્યો, બૂમો પાડી, પરંતુ અંદરથી દંપતીનો કોઇ જવાબ મળ્યો ન હતો. એક પાડોશીની અગાસી પરથી ઘરમા નજર કરતા બન્ને ઓસરીમા પલંગ પર સુતેલા નજરે પડ્યા હતા. પાડોશી દ્વારા વધુ તપાસ કરતા બન્ને લોહી તરબોળ અને મૃત હાલતમા મળી આવ્યા હતા. જેને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાઇ હતી. અહી ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમા નજરે પડ્યો હતો. સ્થાનિક PSI લક્કડ સાહેબ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કઇ રીતે હત્યા થઇ, કોણે કરી વગેરેની હકીકત મેળવવા તપાસ હાથ ધરી હતી. આવા ભેદી હત્યાના બનાવોથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details