ગુજરાત

gujarat

અમરેલીમાં કોરોનાના વધુ 29  કેસ નોંધાયા

By

Published : Jul 13, 2020, 10:30 PM IST

અમરેલીમાં કોરોના વાઇરસના સોમવારે 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમરેલીમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 181 એ પહોંચ્યો છે. તેમજ 15 જેટલા લોકોના મોત નિપજ્યા છે.

etv bharat
અમરેલી: જિલ્લામાં વધુ 29 કોરોનાના કેસ નોંધાયા, મુત્યુ આંક 15

અમરેલી સોમવારે જિલ્લામાં કોવિડ-19ના વધુ 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના કારણે હવે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 181એ પહોચ્યો છે. જેમાં અત્યાર સુધી કોરોનાને કારણે 15 લોકોના મોત નિપજ્યા છે.

સોમવારે આવેલા 29 પોઝિટિવ કેસોમાંથી લાઠીના હરસુરપુર દેવળીયાના 43 વર્ષીય મહિલા, અમરેલીના ગંગાનગર-2ના 50 વર્ષીય મહિલા, અમરેલી પોલીસ હેડક્વાર્ટરના 39 વર્ષીય પુરુષ, ખાંભાના સાળવાના 13 વર્ષીય કિશોર, ખાંભાના મોટા બારમણના 40 વર્ષીય પુરુષ, લાઠીના નાના રાજકોટના 38 વર્ષીય પુરુષ, લાઠીના અકળાના 28 વર્ષીય યુવાન, કુંકાવાવના ખાન ખીજડિયાના 27 વર્ષીય યુવાન, લાઠીના હરસુરપુર દેવળીયાના 54 વર્ષીય મહિલા, કુંકાવાવના શિવનગરના 49 વર્ષીય પુરુષ, ખાંભાના 74 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના વંડાના ૫૨ વર્ષીય પુરુષ, અમરેલીના રીકડીયાના 43 વર્ષીય પુરુષ, અમરેલીના લાપાળીયા 65 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ધાર-કેરાળાના 33 વર્ષીય પુરુષ, લીલીયાના પુતળીયા (દાડમા)ના 82 વર્ષીય વૃદ્ધા, લીલીયાના પુતળીયા (દાડમા)ના 62 વર્ષીય વૃદ્ધા, અમરેલીના 51 વર્ષીય મહિલા, બાબરાના ચમારડીના 40 વર્ષીય પુરુષ, ખાંભાના ભાડના 60 વર્ષીય પુરુષ, ધારીના કોઠા-પીપરીયાના 28 વર્ષીય યુવાન, લાઠીના 35 વર્ષીય પુરુષ, લાઠીના નારાયણનગરના 24 વર્ષીય યુવાન, વડિયાના સુરગપરાના 33 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ડેડકડીના 70 વર્ષીય વૃદ્ધ, સાવરકુંડલાના ડેડકડીના 48 વર્ષીય પુરુષ, ખાંભાના લાસાના 51 વર્ષીય પુરુષ, ખાંભાના મોટા સમઢિયાળાના 40 વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના નાની વડાળના ૫૨ વર્ષીય મહિલાના કોવિડ-19ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જયારે લાઠીના કાછરડીના 72 વર્ષીય વૃદ્ધા અને બગસરાના 75 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે.

એક સાથે 29 પોઝિટિવ કેસ આવતા લોકોમાં ચકચાર મચી હતી.આ સાથેજ આરોગ્ય વિભાગ પણ દોડતું થયુ હતું.

ABOUT THE AUTHOR

...view details