ગુજરાત

gujarat

Amreli Accident: અમરેલીના લાપાળિયા નજીક અકસ્માત, એક બાળકનું મોત

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 12:03 PM IST

રાજ્યમાં સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે અમરેલીમાં આજે અકસ્માત બન્યો હતો. અમરેલીમાં આવેલા લાપાળીયા ગામ નજીક અકસ્માત થયો હતો. બાઈકમાં એક જ પરિવારના 5 લોકો સવાર હતા. જેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Amreli Accident: અમરેલીના લાપાળિયા નજીક અકસ્માત, એક બાળકનું મોત
Amreli Accident: અમરેલીના લાપાળિયા નજીક અકસ્માત, એક બાળકનું મોત

અમરેલીના લાપાળિયા નજીક અકસ્માત, એક બાળકનું મોત

અમરેલી: જિલ્લામાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોડી રાતે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લાપાળીયા ગામ નજીક પુરપાટ સ્પીડે આવી રહેલી ઇકો કાર રોંગ સાઈડમાં આવી જતા બાઈકને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. બાઈકમાં એક જ પરિવારના 5 લોકો સવાર હતા, જેમાં પરિવારની નજર સામે બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે.

બાઈકમાં એક જ પરિવારના 5 લોકો સવાર હતા

સારવાર માટે ખસેડવામાં આવ્યા:આ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મોડી રાતે અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ પણ અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. બાઇક સવાર પિતા સુનિલભાઈ મહેશભાઈ ડાવર,પત્ની લાલબાઈ સુનિલભાઈ ડાવર, શર્મિલા સુનિલભાઈ ડાવર આશરે 5 વર્ષ, આ તમામને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે ત્રણ વર્ષીય રેશમ નામના બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું છે. જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો. જેને કોઈ ઈજા પણ થઈ ન હતી. જોકે, અકસ્માતમાં એક બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

અમરેલીના લાપાળિયા નજીક અકસ્માત, એક બાળકનું મોત

5 લોકો રોડ પર ફંગોળાયા: મોડી રાતે બાઇક સવાર પરિવાર બોરાળાથી કેરાળા જઈ રહ્યો હતો. ત્યારે અમરેલીના લાપાળીયા ગામ નજીક પુરપાટ સ્પીડે આવી રહેલા ઇકો વાહને હડફેટે લેતા બાઈક સવાર 5 લોકો રોડ પર ફંગોળાયા હતા. જેના કારણે થોડીવાર માટે અફડા તફડી સર્જાઈ હતી. આ સમગ્ર અકસ્માતની ઘટનાને પગલે અમરેલી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જેને પગલે પોલીસે ઇકો ચાલકને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.

  1. Navsari Crime: દારુના નશામાં NRI યુવકે અકસ્માત સર્જ્યો, 5થી વધુ વાહનોને નુકસાન પહોંચાડતા પોલીસે કરી ધરપકડ
  2. ISKCON Accident: ઇસ્કોન બ્રિજ પર ફરી હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ABOUT THE AUTHOR

...view details