ગુજરાત

gujarat

World Heritage Day : વર્લ્ડ હેરિટેજ નિમિતે શહેરની જનતા માટે AMCએ એક્ઝિબિશન ખુલ્લુ મૂક્યું

By

Published : Apr 18, 2023, 3:07 PM IST

વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક્ઝિબિશનમાં 12 વર્ષ પહેલા સિલેક્ટ કરાયેલા ચિત્ર મુકવામાં આવ્યા હતા. શહેરની જનતાને નિહાળવા માટે 1 મે સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

World Heritage Day : વર્લ્ડ હેરિટેજ નિમિતે શહેરની જનતા માટે AMCએ એક્ઝિબિશન ખુલ્લુ મૂક્યું
World Heritage Day : વર્લ્ડ હેરિટેજ નિમિતે શહેરની જનતા માટે AMCએ એક્ઝિબિશન ખુલ્લુ મૂક્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસે એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ : અમદાવાદ શહેર એ ભારતનું સૌથી પહેલું હેરિટેજ શહેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે બીજું આજના દિવસને વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે આજથી 12 વર્ષ પહેલાં હેરિટેજ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 30 જેટલા ચિત્રોને સિલેક્ટ કરીને આજના આ એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યા છે. આજનું એક્ઝિબિશન અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

12 વર્ષ પહેલાંના ચિત્રો :મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, આજે વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના લોકો માટે હેરિટેજ વોક ફ્રી રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ બિલ્ડિંગમાં હેરિટેજ દિવસ નિમિતે ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં 12 વર્ષ પહેલા ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. તેના ઇનામ પ્રાપ્ત કરેલ ચિત્રો એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Ahmedabad News: સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું હેરિટેજ વોક 2023નું આયોજન

1 મેં સુધી શહેરીજનો નિહાળી શકશે :વધુમાં જણાવ્યું હતું કે, આજથી 1 મે સુધી શહેરના લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન માટે કુલ 30 જેટલા ચિત્ર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે હેરિટેજ વિસ્તારમાં ડાયરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Ahmedabad News : ગુજરાતના 87 રેલવે સ્ટેશન અપગ્રેડ કરવાનો નિર્ણય, વર્લ્ડ હેરિટેજ શહેરનું નવલું નજરાણું

દેશનું પ્રથમ હેરીટેજ સીટી છે :ઉલ્લેખનીય છે કે, ભારતે અનેક જગ્યા પર ઐતિહાસિક ધરોહર આવેલી છે. જેમાં માત્ર દેશના નહીં પરંતુ વિદેશના લોકો પણ આ હેરીટેજ ધરોહરને જોવા આવતા હોય છે, ત્યારે ભારતનું પ્રથમ હેરીટેજ સીટી તરીકે અમદાવાદ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. જે અમદાવાદ શહેરની અલગ ઓળખ ઉભી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે હેરિટેજ દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details