ગુજરાત

gujarat

World Blood Donor Day: વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે જાણો ગુજરાતીઓની રક્તદાની ગૌરવગાથા

By

Published : Jun 13, 2023, 5:05 PM IST

સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય શરૂઆતથી જ રક્તદાનમાં અગ્રેસર રહ્યું છે. કોરોનાની મહામારીમાં પણ ગુજરાતનાં એકપણ જીલ્લામાં રક્તની અછત ઉદભવેલ ન હતી. ત્યારે જાણીએ ગુજરાતીઓની રક્તદાનની ગૌરવગાથા આ ખાસ અહેવાલમાં...

World Blood Donor Day: વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે જાણો ગુજરાતીઓની રક્તદાની ગૌરવગાથા
World Blood Donor Day: વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે જાણો ગુજરાતીઓની રક્તદાની ગૌરવગાથા

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય શરૂઆતથી જ વિવિધ પ્રકારના દાનમાં અગ્રેસર રહ્યું છે. અંગદાન, ચક્ષુદાન અને રક્તદાનની સેવાકીય પ્રવૃત્તિમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. World Health Organization (WHO)ની માર્ગદર્શિકા પ્રમાણે માથાદીઠ ૧% રક્તદાનની જરૂરિયાત સામે ગુજરાત રાજ્યમાં ૧.૬૩% જેટલું રક્તદાન થાય છે. આ પ્રમાણની સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્તરે છે.

રક્તદાનમાં ગુજરાતીઓ મોખરે: “દાન તો ગુજરાતીના લોહી માં છે, તો લોહીનું દાન કેમ નહિ”, આ ઉક્તિ ગુજરાતની ભવ્ય મહાજન પરંપરાને ઉજાગર કરે છે. કુદરતી હોનારત, આપત્તિ કે અન્ય તમામ પડકારોનો ગુજરાતની જનતાએ હિંમત અને નીડરતા પૂર્વક સામનો કર્યો છે. ગુજરાતમાં રક્તદાનની પરંપરા પણ એટલી જ ભવ્ય રહી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્યમાં અંદાજિત ૯,૮૮,૭૯૫ યુનિટ રક્તદાન થયેલ છે. જેમાંથી ૭૭% રક્તદાન સ્વૈચ્છિક રક્તદાન છે. હાલમાં ગુજરાતમાં ૧૮૩ બ્લડ બેંકો કાર્યરત છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્લડ બેંક કાર્યરત છે. ગુજરાતમાં ૧૪૧ બ્લડ બેંકોમાં કોમ્પોનન્ટ સેપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. ૧૫૧ બ્લડ બેંકો બ્લડ ડોનેશન કેમ્પ કરવાની મંજુરી ધરાવે છે.

સ્વૈચ્છિક રક્તદાનમાં રેકોર્ડ: સ્વૈચ્છિક રક્તદાનમાં ગુજરાતના નામે ઘણા બધા રેકોર્ડ નોંધાયેલ છે. જેવા કે સૌથી વધુ શતકવીર રક્તદાતાઓ, રક્તદાન શિબિર, એક જ દિવસમાં કેમ્પમાં મહત્તમ રક્તદાન, સૌથી વધુ બ્લડ કલેક્શન વાન, વગેરે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સ્તરે પણ રક્તદાનની પ્રવૃત્તિમાં ગુજરાત હંમેશાથી અગ્રેસર રહ્યું છે.

મહામારીમાં પણ મહાદાન: કોરોનાની મહામારીમાં પણ ગુજરાતનાં એકપણ જીલ્લામાં રક્તની અછત ઉદભવેલ ન હતી. આવા કપરા સંજોગોમાં પણ રકતદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો અને બ્લડ બેંકોનું રકતદાન માટેનું યોગદાન ખૂબ જ પ્રશંસનીય છે. કોરોનાની સારવાર માટે ગુજરાતમાં ૪૨ બ્લડ બેંકો ખાતે કોન્વોલેસેન્ટ પ્લાઝમા આપવાની સુવિધા ઉપલબ્ધ હતી. જે ગુજરાતની પ્રજા માટે ઘણીય મદદરૂપ બની હતી. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી પ્રસંગે નિયમિત રક્તદાતાઓ દ્વારા રક્તદાનની પ્રવૃત્તિને અવિરત ચાલુ રાખવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવે છે.

  1. Blood Donation in Deesa : જોરાપુરા ગામના પ્રજ્ઞાચક્ષુ પોપટજીની અવિરત રક્તદાન સેવા, 108 વાર બ્લડ ડોનેટ કર્યું
  2. Ahmedabad Police : એકતાનો એક રંગ, અમદાવાદ પોલીસનો કોમી સૌહાર્દ વધારવા રક્તદાન કેમ્પ, રથયાત્રાની તૈયારીઓ

ABOUT THE AUTHOR

...view details