ગુજરાત

gujarat

સુપ્રીમ કોર્ટના 10 આર્થિક અનામતના ચૂકાદાથી ચૂંટણી પર શું અસર થશે, શું કહે છે અગ્રણીઓ

By

Published : Nov 7, 2022, 10:59 PM IST

સુપ્રીમ કોર્ટે આર્થિક પછાત હોય તેવા લોકોને 10 ટકા અનામત આપવાની મંજૂરીનો ચૂકાદો (Economic Reservation Verdict on Elections) આપ્યો છે. અને આ અનામતથી બંધારણ પર કોઈ જોખમ ઉભું થતું નથી. બંધારણીય બેન્ચે બહુમતીથી જાહેર કર્યું છે. જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે આ ચૂકાદાથી રાજકીય રીતે શું અસર (Impact of Supreme Court) પડશે. ETV Bharatનો વિશેષ અહેવાલ

સુપ્રીમ કોર્ટના 10 આર્થિક અનામતના ચૂકાદાથી ચૂંટણી પર શું અસર થશે, શું કહે છે અગ્રણીઓ
સુપ્રીમ કોર્ટના 10 આર્થિક અનામતના ચૂકાદાથી ચૂંટણી પર શું અસર થશે, શું કહે છે અગ્રણીઓ

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022 ) તારીખો જાહેર થઈ ગઈ છે. અને આજે સુપ્રીમ કોર્ટે અતિમહત્વનો ચૂકાદો (Supreme Court EWS judgment) આપ્યો છે કે EWS(Economically Weaker Sections) વર્ગને 10 ટકા અનામત આપતી મંજૂરી આપી દીધી છે. જેનાથી હવે ગરીબ સ્વર્ણોને 10 ટકા અનામતનો લાભ મળશે, આનો સીધો ફાયદો શાસક પક્ષને થાય તે દેખીતી વાત છે. પણ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આ બાબતે બોલવા માટે મ્હો સીવી લીધું હતું. કોઈ સ્પષ્ટ તારણ પર આવ્યું ન હતું.

સુપ્રીમ કોર્ટે આર્થિક પછાત હોય તેવા લોકોને 10 ટકા અનામત આપવાની મંજૂરીનો ચૂકાદો આપ્યો છે

પાટીદાર અનામત આંદોલન પછી વિચાર સ્ફૂર્યોઅત્રે નોંધનીય છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન (Patidar reservation movement in Gujarat) મોટાપાયે થયું હતું, અને તે સમયે આર્થિક પછાત લોકોને અનામત આપવાનો વિચાર સ્ફૂર્યો હતો. ગુજરાત સરકારે આ 10 ટકા અનામત આર્થિક પછાત વર્ગના લોકોને આપવાની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. પણ બંધારણની દુહાઈ આપીને તેને અટકાવી દેવાયું હતું. જોકે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ક્લીયર થયો છે. આથી હવે તમામ રાજ્ય સરકાર 10 ટકા આર્થિક અનામત રાખી શકશે.

ગુજરાત સરકારે 10 ટકા આર્થિક પછાત લોકોને લાભ આપ્યો છેઅત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 10 ટકા આર્થિક અનામતનો અમલ સત્તાવાર રીતે કરી દીધો હતો. સરકારી તમામ ભરતીમાં 10 ટકા આર્થિક અનામતનો લાભ (Economic reservation in government recruitment) આપવામાં આવ્યો છે. અનામત મળતી નથી, તેવા આર્થિક રીતે પછાત સ્વર્ણો માટે આ ફાયદાકારક છે. ગરબી સ્વર્ણોને હવે 10 ટકા અનામતનો લાભ મળશે.

વિશ્વ ઉમિયાધામનો આવકારવિશ્વ ઉમિયા ધામના પ્રમુખ (President of Vishwa Umiya Dham) આર પી પટેલે ઈ ટીવી ભારતને જણાવ્યું હતું કે સરકારે જે નિર્ણય લીધો હતો તે યોગ્ય હતો અને જે આંદોલન થયું તે પાટીદાર આંદોલન નહીં. પરંતુ આર્થિક રીતે નબળો વર્ગ ધરાવતા સમાજનું આંદોલન હતું. આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં અનામતની વાત આવતી હોય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક એવી કેટલીક માનસિકતાઓમાં જીવીએ છીએ. જેવી રીતે બંધારણની અંદર અનામત જોગવાઈ એટલા માટે હતી કે જેથી કરીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને જનરલ કેટેગરી આવતા લોકોને રાહત મળશે. ટૂંકમાં આ ચૂકાદાને વિશ્વ ઉમિયાધામના પ્રમુખે આવકાર્યો છે.

10 ટકા અનામત પછી કેટલાક સવાલઃ જગદીશ ઠાકોરગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે જે પરિણામ આવ્યું છે એને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આવકારે છે. પરંતુ આ સમગ્ર મામલે એક સવાલ ઊભો થાય છે કે આ અનામત એસટીએસસી ઓબીસી અને આર્થિક રીતે નબળા લોકોની હોયતો એ અમાનતનો લાભ ક્યારે તમે આપી શકો? સરકાર સરકારની માલિકીની સંસ્થાઓને વેચી રહી છે. ભરતી કરતી નથી. બરોજગારી વધી રહી છે. તો પછી હવે આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત આપવાનો સવાલ ઉભો થાય છે.

ભાજપનો રીએક્શનઆ મામલે ભાજપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ETV Bharatએ ભાજપ પક્ષમાં તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેમના દ્વારા કોઈ રીએક્શન આપવામાં આવ્યું નથી.

અન્ય સમાજને પણ આનો લાભ મળશે- પાસ કન્વીનરપાસના કન્વીનર અને હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે અમે અનામત માટે લડત આપી હતી. આ લડત બાદ અનામત આપવા માટેની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ અરજદારો અને સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે આ અનુસંધાનમાં જે નિર્ણય આવ્યો છે. તે આવકારદાયક છે અમારે આંદોલનની લડાઈમાં જે 14 લોકો શહીદ થયા હતા તેમને અમે નમન કરીએ છીએ. માત્ર પાટીદાર સમાજ જ નહીં અન્ય સમાજને પણ આનો લાભ મળશે આ નિર્ણય બાદ સ્વાભાવિક છે કે જે સરકાર છે તે લાભ લઇ શકે છે, પરંતુ એના કરતાં પણ મહત્વનું છે કે આ નિર્ણય લેવા પાછળ લડાઈ કોની હતી.

ભાજપને ફાયદો લેવાની શુ જરૂરઃ ગોપાલ ઈટાલિયા પ્રમુખ આપઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે હું અનામત આંદોલન સમયે ખૂબ જ સક્રિય હતો. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ જે વંચિત રહી ગયા છે અને આવકની રીતે પછાત છે એમને હવે અનામતનો લાભ મળી શકશે, એ આખા દેશની માંગણી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ (Patidar Reservation Movement Committee) સાથે સંકળાયેલા લોકોએ તેની માંગણી કરી હતી અને ત્યારબાદ ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ કોઈ રાજકીય અસર અંગે તેઓએ જણાવ્યું હતું કે રાજકીય અસર આંદોલન સમયે થઈ ચૂકી છે પરંતુ હવે એ લોકોને સામાજિક રીતે ફાયદો થશે. આ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો છે એમાં ભાજપને ફાયદો લેવાની શું જરૂર.

લોકોને 10 ટકા અનામતનો લાભ મળશે, જેનો સામાન્યતઃ ફાયદો ભાજપને સૌપ્રથમ વિચાર ડૉ. મનમોહનસિંહને આવેલો અર્થશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક પ્રોફેસર હેમંતકુમાર શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ચૂકાદો ભલે આવ્યો હોય પણ આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે આ વિચાર સૌપ્રથમ ડૉ. મનમોહનસિંહને આવ્યો હતો, પણ તે લોકોને યાદ નથી. હવે આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતનો લાભ મળશે. જેનો સામાન્યતઃ ફાયદો ભાજપને થશે. પણ ગરીબ સ્વર્ણો અનામતનો લાભ લેવા માટે ભાજપને જ મત આપશે તે વાત પણ ભુલભરેલી છે.

ABOUT THE AUTHOR

...view details