ગુજરાત

gujarat

ભાજપના ઉમેદવાર જીતે અને સામેના પક્ષને ડિપોઝિટ જાય તેવો મત આપજો- પરસોત્તમ રૂપાલા

By

Published : Feb 19, 2021, 4:28 PM IST

Updated : Feb 19, 2021, 4:35 PM IST

ભાજપના ઉમેદવાર જીતે અને સામેના પક્ષને ડિપોઝિટ જાય તેવો મત આપજો- પુરુસોત્તમ રૂપાલા
ભાજપના ઉમેદવાર જીતે અને સામેના પક્ષને ડિપોઝિટ જાય તેવો મત આપજો- પુરુસોત્તમ રૂપાલા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચંદખેડામાં ભાજપના ઉમેદવારોની જીતની રેસમાં ઉત્સાહ પુરાવવા કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ચાંદખેડામાં સભા જાહેર સંબોધી હતી.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ખેડામાં ભાજપનો જામ્યો રંગ
  • કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ ચાંદખેડામાં સંબોધી જાહેર સભા
  • કોરોનાના શરૂઆતમાં એક લેબોરેટરી હતી અને આજે 700 લેબોરેટરીઃ રૂપાલા

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચંદખેડામાં ભાજપના ઉમેદવારોની જીતની રેસમાં ઉત્સાહ પુરાવવા કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ચાંદખેડામાં સભા જાહેર સંબોધી હતી.

700 લેબોરેટરી બનીને તૈયાર

કેન્દ્ર સરકારની ઉપલબ્ધિ ગણાવતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, કોરોનાની શરૂઆતમાં દેશમાં માત્ર એક લેબોરેટરી હતી અને આજે દેશમાં 700 લેબોરેટરી બનીને તૈયાર છે. આ ઉપરાંત બજેટની ઉપલબ્ધિ ગણાવતાં તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિને બજેટમાં નવા કરવેરા ઉમેરવાની સંભાવનાઓ લાગી રહી હતી પણ મોદી સરકારે એક પણ રૂપિયાનો વધારો ન કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચ, આરોગ્ય ક્ષેત્રે સરકાર મોટા પાયે રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. વધુમાં તેમણે પક્ષ ઉપર કટાક્ષ કરતા જણાવ્યું કે, ચાંદખેડાની સભામાંથી હું કોંગ્રેસને પડકારુ છું કે નર્મદા જેવી પાણીની વ્યવસ્થા ઊભી કરી બતાવો તેમણે ભાજપની ઉપલબ્ધી ગણાવતા કહ્યું કે, નર્મદા સુધી પાણીની લાઇનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચન બનાવવામાં આવે છે અને આજ દિન સુધી તેનું રિપેરકામ કરવાની જરૂર પડી નથી. અંતે ચાંદખેડાની જનતાને અપીલ કરતા તેમણે કહ્યું કે, ભાજપના ઉમેદવાર જીતે અને સામા પક્ષને ડિપોઝિટ જાય તેવો મત આપજો.

Last Updated :Feb 19, 2021, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details