ગુજરાત

gujarat

વધુ એક દિગ્ગજ નેતાએ કર્યા કોંગ્રેસને 'રામ રામ', વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનું રાજીનામું,

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 11:17 AM IST

Updated : Jan 19, 2024, 1:45 PM IST

વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા સી.જે.ચાવડાએ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને પોતાનું રાજીનામું આપ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનું રાજીનામું
કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનું રાજીનામું

ગાંધીનગર:કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા સી.જે.ચાવડાએ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને પોતાનું રાજીનામું આપ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, આ પહેલાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું, ચાવડાના રાજીનામા બાદ હવે ગુજરાત વિઘાનસભામાં કુલ 179 ધારાસભ્ય રહ્યાં છે.

સીજે ચાવડાના રાજીનામા પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા

સી.જે.ચાવડાના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હજી આવનારા સમયમાં કોંગ્રેસના અન્ય નેતાઓ પણ રાજીનામા આપી શકે છે. હાર્દિકે ઉમેર્યુ હતું કે, કોંગ્રેસ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણનો અસ્વીકાર કરી રહી છે અને તેના કારણે કોંગ્રેસમાં રહેલા સાચા રામ ભક્તો દુ:ખી છે તેથી તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યાં છે.

Gujarat Congress Allegation : પૂર્વ સરપંચોની સહીથી નાણાંની ઉચાપતનું કૌભાંડ,ગુજરાત કોંગ્રેસની સવાલોની ઝડી

  1. Ahmedabad News: ઈવીએમ ડેમોસ્ટ્રેશન કરશે 40 ચૂંટણી રથ, મુખ્ય ચૂંટણી અધિકારીએ કરાવ્યું ફ્લેગ ઓફ
Last Updated : Jan 19, 2024, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details