ગુજરાત

gujarat

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દીવાલ ધરાશાયી થતા 2 શ્રમિકના મોત

By

Published : Dec 21, 2019, 10:32 PM IST

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા 2 શ્રમિક મહિલાઓના મોત થયા હતા. જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

riverfront
અમદાવાદ

અમદાવાદના પાલડી NID પાછળના રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેંમાં એક જ સ્ટિંગની દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કામ કરી રહેલા શ્રમિકો પર દિવાલ ધરાશાયી થતા દિતાબેન મંગુભાઇ અને સુમનબેન અંબલિયારનું મોત નીપજ્યું હતું. જ્યારે સાઈકુબેન રસિકભાઈ તથા મંગુભાઇ ઇન્દ્રસિંહ ઘાયલ થયા હતા.

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કામ કરતા દીવાલ ધરાશાયી થતા 2 શ્રમિકના મોત

આ મામલે ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની કામગીરી ચાલી રહી હતી. આ મામલે વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતાં.

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કામ કરતા દીવાલ ધરાશાયી થતા 2 શ્રમિકના મોત
Intro:અમદાવાદ:સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે નવા સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા 2 શ્રમિક મહિલાઓના મોત થયા હતા જ્યારે અન્ય 2 વ્યક્તિના મોત થયા હતા જેમને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..Body:પાલડી NID પાછળના રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક જ સ્ટિંગની દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યારે કામ કરી રહેલા શ્રમિકો પર દિવાલ પડી હતી.દીવાલ ધરાશાયી થતા દિતાબેન મંગુભાઇ અને સુમનબેન અંબલિયારનું મોત નીપજ્યું હતું જ્યારે સાઈકુબેન રસિકભાઈ તથા મંગુભાઇ ઇન્દ્રસિંહ ઘાયલ થયા હતા.

આ મામલે ફાયર અને પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસ દ્વારા આ મામલે તપાસ કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની કામગીરી ચાલી રહી હતી.આ મામલે વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર પણ કરવામાં આવ્યા હતા...

બાઈટ- એલ.બી.ઝાલા(એસીપી)

બાઈટ- રાજેશ ભટ્ટ (ફાયર ઓફિસર)

બાઈટ- બદરુદ્દીન શેખ(નેતા- કોંગ્રેસ)Conclusion:

ABOUT THE AUTHOR

...view details