ગુજરાત

gujarat

ભારતીય જનતા પાર્ટીએ નવા વર્ષ અને ભાઈબીજની શુભેચ્છાઓ પાઠવી

By

Published : Nov 16, 2020, 6:40 PM IST

નૂતનવર્ષ અને ભાઈબીજના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટીએ દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ સોશિયલ મીડિયા થકી લોકોને સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી હતી.

bjp
bjp

  • ભારતીય જનતા પાર્ટીએ નવાવર્ષ અને ભાઈબીજની શુભકામનાઓ પાઠવી
  • નવુવર્ષ લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના
  • કોરોનાને લઈને લોકો વધુ સતર્ક બને તેવી અપીલ
  • માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ
    જે.પી.નડ્ડાએ ભાઈબીજની શુભેચ્છાઓ પાઠવી

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતના નાગરિકોને શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે, નવું વર્ષ લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવે, ખાસ કરીને લોકોનું સ્વાસ્થ્ય જળવાય. આ માટે કોરોના વાઈરસને લઈને લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ પર સૈનિકોના માટે એક દીવો પ્રજ્વલિત કરે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છાઓ પાઠવી

નવા વર્ષે કોરોનાનો રાફડો ફાટ્યો

ગૃહપ્રધાન અમિત શાહે નવા વર્ષની અને ભાઈબીજની શુભેચ્છાઓ પાઠવી

જો કે આ નવું વર્ષ ગુજરાતીઓ માટે સારું રહ્યું નથી. દિવાળીમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા અને પ્રજાની અણસમજણના કારણે ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ઘણા લોકોના ઘરે દિવાળી અંધકારમય બની છે.

ભારતીય જનતા પાર્ટીએ નવા વર્ષની અને ભાઈબીજની શુભેચ્છાઓ પાઠવી

ABOUT THE AUTHOR

...view details