ગુજરાત

gujarat

Gujarat ATS: રાજકોટ ખાતેથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓની તપાસ અર્થે ગુજરાત ATS ની એક ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી

By

Published : Aug 4, 2023, 11:53 AM IST

રાજકોટમાંથી ગુજરાત ATS પકડેલ શંકાસ્પદ આતંકી કેસ મામલે ગુજરાત ATS ની એક ટીમ પશ્ચિમ બંગાળમાં તપાસ અર્થે પહોંચી છે. પકડાયેલ આતંકીઓ વેસ્ટ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હતા તેવી માહિતી સામે આવતા ગુજરાત ATS તાત્કાલિક પશ્ચિમ બંગાળ પહોંચી હતી.

team-from-gujarat-ats-west-bengal-for-investigation-gujarat-ats-arrested-three-al-qaeda-suspects
team-from-gujarat-ats-west-bengal-for-investigation-gujarat-ats-arrested-three-al-qaeda-suspects

અમદાવાદ:રાજકોટ ખાતેથી ગુજરાત ATS એ પકડેલા શકમંદોની તપાસ અર્થે ATS ની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ આતંકી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ બાદ પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે લે પકડાયેલ આતંકીઓ વેસ્ટ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હતા.

ગુજરાત ATS પહોંચી પશ્ચિમ બંગાળ:મળેલી માહિતી અનુસાર પકડાયેલ આતંકીઓ પશ્ચિમ બંગાળમાં રહેલા યુવકોને કટ્ટરવાદી સાથે જોડાવા પ્રેરીત કરતા હતા. આતંકીઓના સર્પકમાં રહેલા અને પરિવારના બેન્ક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત એ પણ ખુલાસો થયો હતો કે આતંકીઓ વધુ હથિયાર ખરીદવાની ફિરાકમાં હતા. અલકાયદાના આઈડિયાલોજીથી જોડાયેલા 3 શંકાસ્પદ આતંકી લઈને અલગ અલગ દિશામાં તપાસ શરૂ થઇ છે.

મોટો ખુલાસો:પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આ ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી AK-47 ચલાવવાની તાલીમ લેતા હતા. એટલું જ નહીં આ આતંકીઓએ પિસ્તોલ સહિતના અન્ય હથિયારો પણ ખરીદ્યા હોવાની શંકા છે. જન્માષ્ટમીની ભીડનો ઉપયોગ કરીને આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો પરંતુ આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવી લીધું છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, અમન મલ્લીક નામનો આતંકી છેલ્લા એક વર્ષથી ટેલીગ્રામ એપ્લિકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલ એવા અબુ તલ્હા ઉર્ફ ફુરસાન નામની ઓળખાણ ધરાવતા ઈસમ સાથે સંપર્કમાં હતો. તેમજ તેના દ્વારા કહેવાથી જ અમન અલકાયદા સાથે જોડાયો હતો.

એક પિસ્તોલ અને 10 કારતૂસ મળ્યા:AST દ્વારા આતંકીઓ પાસેથી એક પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હાલ મોબાઇલ ફોન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ત્રણેય ઈસમો વિરોધ ATS અદ્વરા ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં ઇન્ડીયન પીનલ કોડ કલમ 121 ક, તથા આર્મ એક્ટની કલમ 25 (1B) A સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.

  1. Gujarat ATS: રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર હતો 'જન્માષ્ટમી'નો તહેવાર, ATSની તપાસમાં મોટો ખુલાસો
  2. Telangana News: તેલંગાણામાં પ્રતિબંધિત CPI-માઓવાદી જૂથના 8 સભ્યોની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details