ગુજરાત

gujarat

Ahmedabad News : અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઈદના જુલુસને લઈને પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 5:47 PM IST

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં 28 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાનના જુલુસ સાથે બંને સમુદાય દ્વારા આ તહેવારોની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ સ્થિતિમાં શાંતિમય માહોલમાં બંને તહેવારની ઉજવણી થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad News
Ahmedabad News

અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઈદના જુલુસને લઈને પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર

અમદાવાદ :દેશભરમાં 28 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન અને 29 સપ્ટેમ્બરના રોજ રોજ ઈદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવનાર છે. તેવામાં અમદાવાદ શહેરમાં યોજાનાર આ બંને તહેવારોને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ આ બંને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે ખાસ તૈયારીઓ કરી છે.

ગણપતિ વિસર્જન : ગણપતિ વિસર્જનની વાત કરીએ તો શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે રિવરફ્રન્ટ ખાતે અલગ અલગ 22 કુંડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં નાના મોટા 650 થી વધુ ગણેશ પંડાલોમાં ગણેશજીની પ્રતિમા બેસાડવામાં આવી છે. જે પ્રતિમાને AMC દ્વારા તૈયાર કરાયેલા કુંડમાં જ વિસર્જન કરી શકાશે. જેથી કરીને કોઈ પણ જાનમાલના નુકસાનની ઘટના નિવારી શકાય.

અમદાવાદમાં યોજાનાર બંને તહેવારોને લઈને ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 28 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન હોવાથી મુસ્લિમ બિરાદરોએ 29 સપ્ટેમ્બરના રોજ જુલુસ કાઢવાનો નિર્ણય લીધો છે. જે માટે શહેર પોલીસ તમામ મુસ્લિમ બિરાદરોનો આભાર માને છે. --કોમલ વ્યાસ (DCP, અમદાવાદ કંટ્રોલ રુમ)

ઈદ-એ-મિલાદ : ઈદ-એ-મિલાદનો તહેવાર હોવાથી 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં નાના મોટા 16 જુલુસ નીકળવાના છે. તેમજ 100 જેટલા ટ્રકો પણ આ જુલુસમાં જોડાવવાના હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે બંને તહેવારો સારી રીતે ઉજવી શકાય તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત : અમદાવાદ શહેરમાં બંને તહેવારો માટે પોલીસ દ્વારા ગોઠવાયેલા બંદોબસ્તની વાત કરવામાં આવે તો 9 DCP, 16 ACP, 77 પોલીસ ઇન્સ્પેક્ટર, 200 પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત 5 હજાર પોલીસ જવાનો તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસની સાથે 14 SRP અને એક RAF ની કંપની તૈનાત કરવામાં આવશે. તેમજ 5 હજાર જેટલા હોમગાર્ડ જવાનો પણ પોલીસની સાથે આ કામગીરીમાં જોડાશે.

  1. Ganesh Mahotsav 2023: અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે શહેરમાં 46 કુંડ તૈયાર કરાશેઃ AMC
  2. Dahod Peace Committee : એક જ દિવસે ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ પર્વ, શાંતિ સમિતિની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો

ABOUT THE AUTHOR

...view details