ગુજરાત

gujarat

Sparsh Mahotsav : તૈયાર થયા બે થિયેટર, સીરીઝ જોઈને લોકોના થયા હૃદય પરિવર્તન

By

Published : Jan 17, 2023, 10:14 PM IST

સ્પર્શ મહોત્સવના બે થિયેટરમાં (Sparsh Mahotsav Ahmedabad) રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ હસ્તલિખિત પુસ્તકની બે ફિલ્મ-સીરીઝ 20 મિનિટના દ્વારા દર્શાવવામાં આવી (Sparsh Mohotsav film) છે. સ્પર્શ મહોત્સવના પ્રથમ દિવસે 1 લાખ વધુ લોકોએ મુલાકાત લીધી હતી. (Ahmedabad Jain Community)

Sparsh Mahotsav : તૈયાર થયા બે થિયેટર, સીરીઝ જોઈન થયા લોકો હૃદય પરિવર્તન
Sparsh Mahotsav : તૈયાર થયા બે થિયેટર, સીરીઝ જોઈન થયા લોકો હૃદય પરિવર્તન

Sparsh Mahotsav

અમદાવાદ :શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા 40 એકર જમીનની અંદર સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈન સમાજના રત્ન વિજય સુંદરજી મહારાજના લેખિત 400માં પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. જેના સંદર્ભમાં બે થિયેટર ઉભા કરવામાં આવ્યા છે. જેની અંદર મહારાજ દ્વારા લખવામાં આવેલા પુસ્તકનું એક વેબ સીરીઝ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ભારે ઉત્સાહભેર જોવા આવી રહ્યા છે.

માનવીની જિંદગી ઘણી અમૂલ્ય છેમુલાકાતે આવનાર વસંત શાહે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કોઈ વ્યક્તિ રસ્તો ચૂકી ગયો હોય એના માટે આ ફિલ્મ જોવા જેવી છે. જ્યારે બીજી ફિલ્મમાં તમે જિંદગી હારી ગયા હો તો આ પુસ્તક વાંચો તો તમે હારેલી ભાજી પણ જીતી શકો છો. માનવને જિંદગી ખૂબ જ અમૂલ્ય મળી છે. ઘણી બધી યોનીમાંથી પસાર થઈને મનુષ્યને આ જીવન મળ્યું છે તેને બરબાદ કરવું ન જોઈએ છે.

હદય સ્પર્શે તેવી ફિલ્મમુલાકાતી ગૌરવ શાહે જણાવ્યું હતું કે, વિસ્મરણ સે સ્મરણ કી ઔર ફિલ્મ છે. તે અલગ અને ગુરુદેવ દ્વારા લખવામાં આવેલ પુસ્તક આધારિત છે. આ ફિલ્મ એક હદયને સ્પર્શે તેવું છે અને સમાજ અને વિશ્વ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, કેવી રીતે વિસ્મરણમાંથી સ્મરણમાં આવી શકીશું. તમે તમારા જીવનમાં પોતાના માટે અને પોતાના પરિવાર માટે કેવી રીતના પોતાનું જીવન બદલાવી શકો છો. જેને સરળ ભાષા અને સરળ શબ્દોમાં પુસ્તક દ્વારા આપવામાં આવ્યું છે. જે એક નાનકડી ફિલ્મ દ્વારા પીરસવામાં આવ્યું છે. જે ખરેખર હદયની સ્પર્શે તેવી ફિલ્મ છે.

નાસીપાસ ના થવું જોઇએમુલાકાતી પ્રિયાબેન જણાવ્યું હતું કે, નોકરી વ્યવસાય કે અભ્યાસમાં સફળતા ન મળે તો નાસીપાસ ન થવું જોઈએ. તે જ ગુરુ દ્વારા લખવામાં આવેલા પુસ્તકનું એક નાનકડી ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યુ છે. આ પુસ્તકમાં પણ નાસીપાસ થયેલા છોકરાઓનું જીવન કેવી રીતના પરિવર્તન થઈ શકે છે. તેના વિશે માહિતી આપવામાં આવી છે. વાસ્તવિકમાં મા બાપ અને ખોટું બીજાનું પણ છોકરાને અન્યના છોકરા સાથે સરખામણી ન કરવી જોઈએ એ પણ આ ફિલ્મ દ્વારા મળે છે. કારણ કે દરેક છોકરાઓ અલગ અલગ ટેલેન્ટ ધરાવતા હોય છે. જેથી તેને કક્ષામાં કુશળતા વધારે છે તેમાં તેને પ્રોત્સાહન આપવું જોઈએ.

માનવ જીવનના ઉત્થાન માટે કામ કર્યુંમુલાકાતી રાકેશ શાહે જણાવ્યું હતું કે, સ્પર્શ મહોત્સવ ગુરુદેવ રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ 400માં પુસ્તક એ પુસ્તકના વિમોચન નિમિત્તે સ્પર્શનગરી બનાવવામાં આવી છે. જેમાં રત્ન ટ્રાન્સફોર્મેશનના બે થિયેટર બનાવવામાં આવ્યા છે. ગુરુદેવના પ્રવચન અને પુસ્તકના માધ્યમને જેમના જીવનમાં પૂર્ણ રીતે બદલાવ આવ્યો. તેમના આખા જીવનનું પરિવર્તન થયું હતું. કારણ કે ગુરુદેવના લાખો ફોલોવર્સ અને ગુરુદેવે માત્ર કોઈ એક સમાજ માટે નહીં કે કોઈ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર માનવ જીવનના ઉત્થાન માટે કામ કર્યું છે. જેના જીવનમાં પરિવર્તન થયું છે તેના આધારે એક વેબ સિરીઝ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોSparsh Mohotsav: સ્પર્શ મહોત્સવમાં વિજય રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું થશે વિમોચન

પ્રથમ દિવસે એક લાખ લોકોએ મુલાકાત લીધીવધુમાં જણાવ્યું હતું કે સ્પર્શ મહોત્સવના પ્રથમ દિવસે 1 લાખથી પણ વધુ ભક્તો અહીં મુલાકાતે આવ્યા હતા. આ થિયેટરમાં આવીને આ વેબસિરીઝ નિહાળી હતી. આ ફિલ્મ જોઈને બહાર નીકળે ત્યારે એક પણ એવો વ્યક્તિ હતો નહીં કે જેની આંખમાં આસું ન હોય એટલું જબરજસ્ત હૃદય પરિવર્તન આ ફિલ્મમાં જોવા મળી આવે છે. આ ફિલ્મ દ્વારા આખા સમાજમાં દૂષણનો નાશ થાય અને સદગુણનો વિકાસ થાય કેવો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોજૈન સમાજનો મહાવિરાટ સ્પર્શ મહોત્સવ, આ તારીખથી શરુ થશે

20 મિનિટની ફિલ્મસ્પર્શ મહોત્સવમાં બે થિયેટર બનાવવામાં આવ્યા છે. જેમાં એક થિયેટરમાં 250 જેટલા લોકો બેસી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. એક થિયેટરમાં વિસ્મરણ સે સ્મરણ કી ઔર અને બીજા થિયેટરમાં જિંદગી તું ઇતની સસ્તી ? ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મનો સમય 20 મિનિટનો છે. લોકો ભારે ઉત્સાહભેર જોવા આવી રહ્યા છે. આ ફિલ્મ જોવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

ABOUT THE AUTHOR

...view details