ગુજરાત

gujarat

Republic Day 2023: અમદાવાદમાં અનાથ બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, લક્ઝુરિયસ કારમાં મોજ માણી

By

Published : Jan 26, 2023, 3:55 PM IST

Updated : Jan 26, 2023, 7:10 PM IST

આજે સમગ્ર દેશમાં 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી છે. ત્યારે અમદાવાદના ઉમંગ સેવા ટ્રસ્ટ અને સંવેદના સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 30 જેટલા અનાથ બાળકોને લકઝ્યુરીસ ગાડીઓમાં બેસાડીને તેમને રાઇડ કરાવીને મજા માણી હતી.

લક્ઝુરિયસ કારમાં મોજ માણી
લક્ઝુરિયસ કારમાં મોજ માણી

30 જેટલા અનાથ બાળકોને લકઝ્યુરીસ ગાડીઓમાં બેસાડીને તેમને રાઇડ કરાવીને મજા માણી

અમદાવાદ:ભારત આજે 26મી જાન્યુઆરીએ 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી તો સૌ કોઈ કરતા હોય છે. પરંતુ અમદાવાદના ઉમંગ સેવા ટ્રસ્ટ અને સંવેદના સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લગભગ 30 જેટલા અનાથ બાળકોને લકઝ્યુરીસ ગાડીઓમાં બેસાડીને તેમને રાઇડ કરાવવામાં આવી હતી. બીબીટી શો રૂમથી લઈને અમદાવાદનું આકર્ષણ બની રહ્યું છે એવા અટલ બ્રિજ સુધી આ બાળકોને ગાડીમાં ફેરવવામાં આવ્યા હતા.

લક્ઝુરિયસ કારમાં મોજ માણી

બાળકો સાથે ખુશીની વહેંચણી:સંવેદના સેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર સંદીપ જોધાણીએ જણાવ્યું હતું કે સંવેદના ટ્રસ્ટનું મુખ્ય કાર્ય એ છે કે કોઈપણ બાળકો હોય જેમાં કેન્સરપીડિત, અનાથ હોય તેમના સપના સાકાર કરવાનું મુખ્ય કારણ હોય છે. આજે અમે પરિવર્તન ચેરીબલ ટ્રસ્ટ અને ઉમંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને બીબીટીના સહયોગથી આજે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટમાં અનાથ બાળકો સમગ્ર અમદાવાદ શહેરમાંથી આવ્યા છે. આજે એવા 30 બાળકો અલગ અલગ જગ્યા ઉપરથી પસંદ કરવામાં આવ્યા છે. બાળકોના જીવનમાં ખુશીઓનો માહોલ આવે નાનો એવો અભિગમ સાથે પ્રયાસ કર્યો છે.

અમદાવાદના ઉમંગ સેવા ટ્રસ્ટ અને સદભાવ સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી

આ પણ વાંચો:Republic day 2023: PMના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનમાં વધુ એક આકર્ષણ, 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ

બાળકો સાથે લકઝ્યુરીસ કારમાં સફર:શોરૂમના મેનેજર અનિરુદ્ધભાઇ જણાવ્યું હતું કે અમે દર વખતે એટલે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ અમે આપણા દેશની સાથે હંમેશા જોડાયેલા રહીએ. અમારું સૌભાગ્ય છે કે અમે આ બાળકોને આ બધી વસ્તુઓનો અનુભવ કરાવી શકીએ છીએ. આનાથી સારી અને ગર્વની વાત બીજી કોઈ ના હોઈ શકે. આ દર વર્ષે કરતા હોઈએ છીએ અને આ વર્ષે અમે અમદાવાદ શહેરની પસંદગી કરી છે. આ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનો એક કિલોમીટરનો રૂટ પસંદ કરવામાં આવ્યો છે. અનાથ બાળકો માટે આજે ખાસ ત્રણ ગાડી પસંદ કરવામાં આવી છે. મર્સિડીઝની બેન્જની જીએલએસ સેવન, g63 mercedes કાર પસંદ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

અનાથ બાળકોએ માણ્યો આનંદ:જે બાળકોને કારમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા તે બાળકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને આ ગાડીમાં બેસવાની ખૂબ જ મજા આવી તેમજ અમારો આ દિવસ ખૂબ જ અનોખો રહ્યો હતો. અમને ખૂબ સારું લાગ્યું કેમ અમને આવી સારી ગાડીઓમાં બેસવા મળ્યું. આ શોરૂમની વિશેષતા એ છે કે આ શોરૂમમાં તમામ બ્રાન્ડેડ જ કાર છે તેમજ ફિલ્મોમાં અને સેલિબ્રિટીઓના પાસે જે કાર જોવા મળતી હોય છે તે મોટેભાગે આ શોરૂમ થકી જ સ્પોન્સર કરાયેલી હોય છે. 26 જાન્યુઆરીની ઉજવણી તો સૌ કોઈ કરતા હોય છે પરંતુ આવી રીતે ઉજવણી કરીને બાળકોના ચહેરા ઉપર જે સ્માઈલ આવે છે તેનાથી સૌ કોઈને આવું કાર્ય કરવા માટે પ્રેરણા મળી રહે છે.

Last Updated :Jan 26, 2023, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details