ગુજરાત

gujarat

પતિની ગેરહાજરીમાં પતિનો મિત્ર આવી ભાભી સાથે કર્યું સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

By

Published : Jan 3, 2023, 1:44 PM IST

અમદાવાદના નરોડા વિસ્તારમાં પરિણીતા પર પતિના મિત્રએ (Ahmedabad Husband friend committed rape) દુષ્કર્મ ગુજારવાનો બનાવ બન્યો છે. જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જબરદસ્તીથી તેની સાથે શારિરીક સંબંધ (Rape on married woman in Ahmedabad) બાંધ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

પતિની ગેરહાજરીમાં પતિનો મિત્ર આવ્યો, ભાભી સાથે કર્યું સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
પતિની ગેરહાજરીમાં પતિનો મિત્ર આવ્યો, ભાભી સાથે કર્યું સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં (Rape on married woman in Ahmedabad) રહેતી એક પરિણીતા પર પતિના મિત્રએ દુષ્કર્મ(Ahmedabad Husband friend committed rape) ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતિની ગેરહાજરીમાં તેનો મિત્ર પરિણીતાના ઘરે આવ્યો હતો. બાદમાં તેના ઘર માટે પતિ પાસે મંગાવેલા નળ માંગતા યુવતી બેડરૂમમાં નળ લેવા ગઇ હતી. યુવતીની પાછળ જઇને પતિના મિત્રએ યુવતીને પાડી દઇ દુષ્કર્મગુજાર્યો હતો. યુવતીએ આ મામલે ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવક સાથે મિત્રતા શહેરના નરોડામાં (Rape on married woman) રહેતી એક યુવતીનો પતિ ગોતા ખાતે નોકરી કરે છે. આ યુવતીએ એક ગામમાં રહેતા અને પાનની દુકાન ચાલવનાર એક બાઇને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. તે પાનની દુકાને યુવતીને પતિ આવતો જતો હોવાથી તેની એક યુવક સાથે મિત્રતા થઇ હતી. બાદમાં તે યુવક યુવતીના પતિને અવાર નવાર મળવા પણ આવતો હતો. દોઢેક વર્ષ પહેલા યુવતીના પતિને નવો ધંધો કરવો હોવાથી આ યુવક પાસેથી તેઓએ અઢી લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેની ઉઘરાણી કરવા પતિનો મિત્ર ઘરે આવતો જતો રહેતો હતો.

આ પણ વાંચો સોલા હત્યા કેસમાં ખુલાસો, યુવતીની છેડતીને લઈને યુવકની હત્યાનું કાવતરું

ગેરહાજરીમાં પણ ઘરે આવતો યુવતીના પરિવારને સારો સંબંધ હોવાથી પતિનો મિત્ર પતિની ગેરહાજરીમાં પણ ઘરે આવતો જતો હતો. થોડા દિવસ પહેલા પતિના આ મિત્રનો ફોન આવ્યો કહ્યું કે હું ચા પીવા આવું છું તેમ કહી તે ઘરે આવ્યો હતો. ત્યારે યુવતી અને તેના બે સંતાનો ઘરે એકલા હતા. ઘરે આ પતિનો મિત્ર આવ્યો અને ચા ની માંગણી કરી હતી. બાદમાં બે સંતાનોને 500 500 રૂપિયા આપી દૂધ લેવા મોકલ્યા હતા.

યુવતી ગભરાઇબે સંતાનો ઘરની બહાર જતા જ આ પતિના મિત્રએ ઘરના મંગાવેલા નળ પતિ લાવ્યો છે કે નહિ તેવું આ યુવતીને પૂછતા તે બેડરૂમમાં નળ લેવા ગઇ હતી. જેવી યુવતી બેડરૂમમાં ગઇ કે ત્યાં જ આરોપી તેની પાછળ ગયો અને યુવતીને બાહોપાશમાં જકડી તેને બેડ પર પાડી દીધી હતી. બાદમાં જબરદસ્તીથી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. બાદમાં આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તે ફરાર થઇ ગયો હતો. આ ઘટનાથી યુવતી ગભરાઇ ગઇ હતી. પણ બે દિવસ પહેલા તેણે તેના પતિને આ વાત કરતા તેના પતિએ ફરિયાદ કરવાનું કહેતા યુવતીએ દુષ્કર્મ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુનો દાખલઆ અંગે નરોડા પોલીસ સ્ટેશનના PI એસ.આઈ ભાટિયાએ etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપી હાલ ફરાર હોય તેને પકડવા માટે ટેક્નિકલ એનાલીસીસ અને હ્યુમન રિસોર્સની મદદથી ટીમ કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details