ગુજરાત

gujarat

વડાપ્રધાન સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવશે રાષ્ટ્રીય એકતા દિવસ

By

Published : Oct 29, 2022, 7:38 PM IST

સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જયંતી (Sardar Patel birth anniversary) નિમિતે આ વર્ષે પણ રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી થશે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો,  પરેડમાં 8 પ્લાટૂન લેશે ભાગ,  રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના 54 ફ્લેગ બેરરનું પ્લાટૂન પરેડમાં જોડાશે.  ગુજરાત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવશે રાષ્ટ્રીય એકતા દિવસ
વડાપ્રધાન સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવશે રાષ્ટ્રીય એકતા દિવસ

અમદાવાદસ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue of Unity) સાનિધ્યમાં 31મી ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી (Birth Anniversary of Sardar Vallabhbhai Patel) નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ"ની (National Unity Day) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા પરેડમાં (National Unity Parade) પણ ઉપસ્થિત રહેશે અને વડાપ્રધાન સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન સરદાર

રાષ્ટ્રીય એકતા દિવસના પરેડમાં 54 ફ્લેગ બેરર ભાગ લેશે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં 8 પ્લાટૂન જોડાશે. જેમાં BSF, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના (Central Police Forces) પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર ભાગ લેશે. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે. તેવા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે. આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવનારા પોલીસ કર્મીઓ પણ પરેડમાં જોડાશે. આ સાથે બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ (Band Platoon performance) અને કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ પણ યોજાશે.

રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં 8 પ્લાટૂન જોડાશે

પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સસ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ અને સ્કૂલ બેન્ડ પરફોર્મન્સનું પણ આયોજન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details