ગુજરાત

gujarat

ડ્રગ્સવાળી રુપસુંદરી : યુવકોને ફસાવીને ડ્રગ્સની લત લગાડતી અપ્સરા સાથે ચારની ધરપકડ

By

Published : Nov 26, 2022, 10:05 AM IST

અમદાવાદમાં ડ્રગ્સના ગેરકાયદેર કાળા કારોબારમાં હવે યુવતીઓ (Drugs case in Ahmedabad) પણ સંડોવાઈ રહી છે. આવી જ એક યુવતી સહિત ચાર લોકોની SOGએ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસને આરોપીઓ પાસેથી ડાયરી મળી આવી હતી. જેમાં 100 હાઈપ્રોફાઈલ યુવક યુવતીઓના નામ મળી આવ્યા છે. (Ahmedabad Crime News)

ડ્રગ્સવાળી રુપસુંદરી : યુવકોને ફસાવીને ડ્રગ્સની લત લગાડતી અપ્સરા સાથે ચારની ધરપકડ
ડ્રગ્સવાળી રુપસુંદરી : યુવકોને ફસાવીને ડ્રગ્સની લત લગાડતી અપ્સરા સાથે ચારની ધરપકડ

અમદાવાદ : ડ્રગ્સના ધંધામાં હવે યુવતીઓ પણ સંડોવાઈ (Ahmedabad Crime News) રહી છે. આવી જ એક યુવતી સહિત ચાર લોકોની SOGએ ધરપકડ કરી. આરોપી યુવતી અનેક સમયથી મુંબઈથી ગુજરાતમાં આવી યુવાનો અને તેમાંય ડ્રગ એડિક્ટ લોકોને ફસાવતી. આવા લોકોનો સંપર્ક કરી પૈસા ઉધાર આપી પૈસા પરત ન આપી શકે તો આ યુવાનોને બનાવતી પેડલર. આ મામલે ઝડપાયેલી યુવતીનું નામ રેહનુમા ખાન ઉર્ફે સિઝા છે. તેની સાથે શાહબાઝ ખાન પઠાણ, જૈનિષ દેસાઈ અને અંકિત શ્રીમાળીની ધરપકડ કરાઈ છે. આ તમામ લોકોને SOGએ 2.96 લાખના 29 ગ્રામ Md ડ્રગ્સ સાથે શાહપુર પાસેથી એક કારમાંથી ઝડપી લીધા હતા. (Drugs case in Ahmedabad)

યુવકોને ફસાવીને ડ્રગ્સની લત લગાડતી અપ્સરા સાથે ચારની ધરપકડ

શું છે સમગ્ર મામલો આ ગુનામાં મુખ્ય આરોપી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને સરફરાઝ ખાન પઠાણ છે. આરોપી રેહનુમા ખાન ઉર્ફે સિઝા અનેક મહિનાઓથી ગુજરાતમાં આવી હોટલમાં રોકાતી હતી. રાત્રીના સમયે કેફે જેવી જગ્યાઓ પર જઈને યુવકોનો સંપર્ક કરતી. સંપર્કમાં આવેલા યુવકો સાથે મિત્રતા કરતી. બાદમાં યુવકોને રૂપિયા ઉધાર આપતી ને જો તે યુવક રૂપિયા પરત ન આપે તો તેને ડ્રગ ડીલર બનાવતી હતી. યુવતી સાથેના અન્ય આરોપીઓ ડ્રગ ડીલર બન્યા પણ સાથે તેઓ ડ્રગ એડિક્ટ પણ છે. આ યુવતી રેહનુમા ખાન ઉર્ફે સિઝા પણ ડ્રગ એડિક્ટ હોવાનું સામે આવ્યું છે. (drug peddler girl in Ahmedabad)

હાઈ પ્રોફાઈલ યુવક યુવતીઓના નામ પોલીસને આરોપીઓ પાસેથી એક લાલ ડાયરી મળી આવી. જેમાં આશરે 100 હાઈપ્રોફાઈલ યુવક યુવતીઓના નામ મળી આવ્યા છે. જેમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ તો કેટલીક પરિણીત યુવતીઓ હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે તમામ લોકોનો પોલીસ સંપર્ક કરી તેઓને નશાની લતમાંથી છોડાવવાની કામગીરી કરશે. (Drug peddler girl in Shahpur)

રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ આ ગુનામાં પેડલર તરીકે ઝડપાયેલા જૈનિષ દેસાઈની પત્ની ખ્યાતનામ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને નવરંગપુરા ખાતે આવેલા કરોડોના બંગલામાં બેસી રેહનુમા ખાન ઉર્ફે સિઝા અને શાહબાઝ ખાન જૈનિષને ડ્રગ વેચવા મજબૂર કરતા. ઉપરાંત ડ્રગ્સ સપ્લાયરના જાળમાંથી છૂટવા આરોપી જૈનિષે પરિવાર પાસેથી લાખો રૂપિયા લાવી આરોપીઓને ચૂકવ્યા હોવાની કબૂલાત આરોપી જૈનિષએ કરી છે. તેવામાં SOGએ આ મામલે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. (Ahmedabad SOG)

ABOUT THE AUTHOR

...view details