ગુજરાત

gujarat

અમદાવાદમાં 2 કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાતા મચી ચકચાર

By

Published : Nov 22, 2022, 1:20 PM IST

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ઝડપાતા (cannabis quantity seized in Chandkheda) ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ બંને યુવકની પાસેથી મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરીને આરોપીઓને ચાંદખેડા પોલીસને સોંપવામાં આવ્યા છે. (Ahmedabad cannabis quantity seized)

2 કિલો ગાંજા સાથે બે યુવકોની ઝડપાતા મચી ચકચાર
2 કિલો ગાંજા સાથે બે યુવકોની ઝડપાતા મચી ચકચાર

અમદાવાદ :શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ઝોન 2 LCB એ ધરપકડ કરતા (cannabis case in ahmedabad) સનસનાટી ફેલાય ગઈ હતી. ઝોન 2 LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ચાંદખેડા ચાર રસ્તાથી ઝુંડાલ સર્કલ તરફ જતા રોડ ઉપર સેલ કંપનીના પેટ્રોલ પંપ પાસે પશ્ચિમના નામની નવી કન્સ્ટ્રક્શનની સાઈટ પાસે બે વ્યક્તિ ગાંજાના જથ્થા સાથે હાજર છે. જેથી પોલીસે દરોડા પાડતા બે યુવકો ગાંજા સાથે મળી આવ્યા ઝડપી લીધા હતા. (cannabis quantity seized in Chandkheda)

મુદ્દામાલ પોલીસે કર્યા કબ્જે પોલીસે આ મામલે ચાંદખેડા વિસ્તારમાં રહેતા કૃણાલ શાહ નામના 26 વર્ષીય યુવક તેમજ ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા 31 વર્ષીય ફરીદહુસેન મલેકની ધરપકડ કરી હતી. બંને યુવકોની તપાસ કરતા તેઓની પાસેથી 20,000ની કિંમતનો (Ahmedabad Crime News) 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા વાહન, મોબાઈલ ફોન, રોકડ રકમ એમ કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ બંને આરોપીઓ સામે ચાંદખેડા પોલીસ મથકે NDPSની એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓને ચાંદખેડા પોલીસને સોંપવામાં આવ્યા છે. (Ahmedabad cannabis quantity seized)

બંને આરોપીઓ સામે ગુનોપોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કૃણાલ શાહ નામના આરોપીએ મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં મેમનગરમાં રહેતા રોશન મહારાજ પાસેથી આ ગાંજાનો જથ્થો લાવીને ફરીદ હુસેન મલેકને (Ahmedabad Police) વેચવા માટે આપવાનો હતો. તેથી આ સમગ્ર મામલે આરોપીઓને ઝોન 2 LCB ટીમે ચાંદખેડા પોલીસને સોંપી તેઓની સામે ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરીને વધુ તપાસ સ્થાનિક પોલીસને સોંપી છે. આરોપીઓ કેટલા સમયથી ગાંજાની લે વેચ કરતા હતા અને કોણ કોણ લોકો આ ગુનામાં સામેલ છે તે દિશામાં ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(Chandkheda police cannabis case)

ABOUT THE AUTHOR

...view details