ગુજરાત

gujarat

Robbery case in Ahmedabad : લૂંટ કરવા આવેલા શખ્સનો વેપારીએ કર્યો પ્રતિકાર, જૂઓ CCTV

By

Published : Jan 18, 2023, 8:06 PM IST

અમદાવાદના કૃષ્ણનગરમાં જવેલર્સની દુકાનમાં મરચાનો પાવડર નાખી લૂંટનો (Robbery case in Ahmedabad) પ્રયાસ કરવામાં આવ્યો છે. પરતું વેપારીએ એ પ્રતિકાર કર્યો છે. વેપારીએ સિક્યોરિટી એલાર્મ વગાડતા દુકાનના દરવાજા બંધ થઈ ગયા હતા. (Krishnanagar jewellery showroom Robbery)

Robbery case in Ahmedabad : લૂંટ કરવા આવેલા શખ્સનો વેપારીએ કર્યો પ્રતિકાર, જૂઓ CCTV
Robbery case in Ahmedabad : લૂંટ કરવા આવેલા શખ્સનો વેપારીએ કર્યો પ્રતિકાર, જૂઓ CCTV

Robbery case in Ahmedabad

અમદાવાદ :શહેરનાકૃષ્ણનગર વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં જવેલર્સની દુકાનમાં પ્રવેશ કરી મરચાનો પાવડર નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક શખ્સ સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરવાનો હતો, પણ વેપારીએ પ્રતિકાર કર્યો અને એક બટન દબાવતા જ સિક્યોરિટી એલાર્મ વાગ્યું અને લોકો ભેગા થઈ ગયા. એલાર્મ વાગતા જ દરવાજા પણ બંધ થઈ ગયા હતા જે આજે લૂંટારું પકડાઈ ગયો હતો.

શું હતો સમગ્ર મામલો: કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક ખાતે નિલમ ગોલ્ડ પેલેસ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન છે. તેના માલિક કૌશિક પટેલ જ્વેલર્સ શો રુમ પર સોમવારના દિવસે હાજર હતા, ત્યારે એક ગઠીયો ગ્રાહક બનીને આવ્યો હતો અને સોનાની બે વિંટી પસંદ કરી હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠીયાએ કૌશિક પટેલને કહ્યુ હતું કે, આ બે વિંટીઓ સાઈડમાં મુકજો આવતી કાલે પત્નિને લઇને આવીશ અને લઇ જઇશ. મંગળવારે ફરી આ ગઠિયો આવે છે અને શોરૂમમાં પત્નીની રાહ જોતો હોવાનું કહી બેસી રહે છે. વેપારીએ આ બાબતે પૂછતાં જ તે એકદમ ઉભો થઇ ગયો હતો અને ખીસ્સામાંથી મરચાની ભૂકી કાઢીને કૌશિક પટેલની આંખમાં નાખી દીધી અને લૂંટ કરવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચોAhmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર

ગઠીયાની ચાલાકી: આ દરમિયાન વેપારીએ તરત જ તેમનો હાથ મોઢા પર રાખતા મરચાની ભૂંકી હાથ પર આવી ગઇ હતી. ગઠીયાએ તરત જ વેપારી સાથે ઝપાઝપી કરવાની કોશિશ કરી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ એલર્ટ થઇ ગયો હતો અને તરત જ સિક્યોરિટી સાયરન વગાડી દીધું હતું અને શો રુમનો દરવાજો બંધ પણ થઈ ગયો હતો.સિક્યોરિટી સાયરન વાગતાની સાથે જ રોડ પરથી નીકળતી પોલીસ આવી ગઈ અને આરોપી વિજયકુમાર કોરીને ઝડપી પાડ્યો હતો. આમ વેપારીની અને પોલીસની સતર્કતા તેમજ મામુલી ખર્ચે વસાવેલી સિસ્ટમથી કિંમતી મતા લૂંટતા બચી ગઈ અને આરોપી ઝડપાઇ ગયો છે.

આ પણ વાંચોદેવું વધી જતા યુવકે લૂંટનું નાટક રચ્યું, ગણતરીમાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો

સોનાનાં વેપારીઓ લૂંટારુના ટાર્ગેટ: ઉલ્લેખનીય છે કે, સોનાના વેપારીઓ અવાર નવાર લૂંટારુના ટાર્ગેટ પર હોય છે. માત્ર એક સિક્યુરિટી સિસ્ટમ કે સતર્કતા દાખવવાની મોટી ઘટનાને ટાળી શકાય તેમ છે. જે બાબતની અપીલ પોલીસ પણ વેપારીઓને કરે છે, ત્યારે આરોપી બાબતે તેના ગુનાહિત ઇતિહાસથી માંડી તમામ બાબતો પર હવે પોલીસે તપાસ તેજ કરી છે. આ અંગે DCP ઝોન 4 ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, વેપારીની સજાગતા અને પોલીસના પેટ્રોલિંગના કારણે લૂંટ જેવો ગંભીર ગુનો અટકી ગયો છે. હાલ પકડાયેલા આરોપીની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details