ગુજરાત

gujarat

PM મોદી કેવડિયા ખાતે મિશન લાઈફ કરશે લોન્ચ, UN મહાસચિવ ભાગ લે તેવી પહેલી ઘટના

By

Published : Oct 20, 2022, 8:15 AM IST

Updated : Oct 20, 2022, 8:29 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) અંતર્ગત આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત (PM Modi Statue of Unity Visit) લેશે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની (UN Secretary General Antonio Guterres) ઉપસ્થિતિમાં લાઈફ સ્ટાઈલ ફૉર એન્વાયર્મેન્ટ મિશન લાઈફનું (lifestyle for environment) લોન્ચિંગ કરશે.

PM મોદી કેવડિયા ખાતે મિશન લાઈફ કરશે લોન્ચ, UN મહાસચિવ ભાગ લે તેવી પહેલી ઘટના
PM મોદી કેવડિયા ખાતે મિશન લાઈફ કરશે લોન્ચ, UN મહાસચિવ ભાગ લે તેવી પહેલી ઘટના

અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) અંતર્ગત આજે સવારે એકતાનગર કેવડિયાની મુલાકાત (PM Modi Statue of Unity Visit) લેશે. અહીં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ મિશન લાઈફનું લોન્ચિંગ (lifestyle for environment) કરશે. જોકે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં (UN Secretary General Antonio Guterres ) ભાગ લઈ રહ્યા હોય તેવી રાજ્યની આ પ્રથમ ઘટના છે. આ કોન્ફરન્સમાં 120 દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહેશે.

તાપીના લોકોને ભેટ

તાપીના લોકોને ભેટ આ સાથે જ વડાપ્રધાન કેવડિયામાં જ યોજાયેલી (PM Modi Statue of Unity Visit) 10મી હેડ ઑફ મિશન કોન્ફરન્સમાં (Head of Mission Conference) પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારાથી પણ વિવિધ વિકાસ પ્રકલ્પોનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કોસ્ટલ હાઈવેના નિર્માણ અને સુધારણા માટેના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાના અંદાજે 270 કિલોમીટર જેટલા હાઇવેને આવરી લેવામાં આવશે.

વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત આ પહેલા વડાપ્રધાને બુધવારે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ તેમણે રાજકોટમાં ભવ્ય રોડ શૉ યોજ્યો હતો, જેમાં તેમની સાથે ફોટો પડાવવા માટે ભારે જનમેદની ઉમટી પડી હતી.

Last Updated :Oct 20, 2022, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details