ગુજરાત

gujarat

PM મોદી 30મીથી 3 દિવસીય ગુજરાત પ્રવાસે, વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી દિવાળી મિલનમાં રહેશે ઉપસ્થિત

By

Published : Oct 27, 2022, 8:14 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. ત્યારે તેમના પ્રવાસના છેલ્લા દિવસે ગાંધીનગરમાં ભાજપના કાર્યકર્તાઓનો દિવાળી મિલન સમારોહ (diwali milan samaroh BJP) યોજાશે. અહીં વડાપ્રધાન પણ વિશેષ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે આ વખતે તેમનો શું કાર્યક્રમ રહેશે. તેની પર કરીએ એક નજર.

PM મોદી 30મીથી 3 દિવસીય ગુજરાત પ્રવાસે, વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી દિવાળી મિલનમાં રહેશે ઉપસ્થિત
PM મોદી 30મીથી 3 દિવસીય ગુજરાત પ્રવાસે, વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી દિવાળી મિલનમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે હવે વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ પર એક નજર કરીએ.

30 ઓક્ટોબરનો કાર્યક્રમ વડાપ્રધાન 30 ઓક્ટોબર (રવિવારે) દિલ્હીથી ગુજરાત આવવા નીકળશે. તેઓ બપોરે 2.20 વાગ્યે વડોદરા એરપોર્ટ (Vadodara Airport) પહોંચશે. ત્યાંથી તેઓ 2.30 વાગ્યે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો (Transport Aircraft Manufacturing Plant) શિલાન્યાસ કરશે. ત્યાંથી તેઓ 3.40 વાગ્યે એરપોર્ટ પહોંચશે. ત્યાંથી વડાપ્રધાન (PM Modi Gujarat Visit) બપોરે 4.40 વાગ્યે એકતાનગર (કેવડિયા) હેલિપેડ પહોંચશે. અહીં સર્કીટ હાઉસમાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

31 ઓક્ટોબરનો કાર્યક્રમઆ દિવસે વડાપ્રધાન (PM Modi Gujarat Visit) સવારે 7.50 વાગ્યે સર્કિટ હાઉસથી બાય રોડ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચશે. અહીં તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ 8.15 વાગ્યે પરેડ ગ્રાઉન્ડમાં કાર્યક્રમના સ્થળ પર પહોંચશે. અહીં 8.15 વાગ્યાથી 10.10 વાગ્યા સુધી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજાશે, જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 11 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી આરંભ 2022 કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. અહીંથી વડાપ્રધાન (PM Modi Gujarat Visit) બપોરે 1.25 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) આવશે. ને ત્યાંથી એમ આઈ 17 હેલિકોપ્ટરથી તેઓ થરાદ (બનાસકાંઠા) હેલિપેડ પહોંચશે. અહીં વડાપ્રધાન બપોરે 3.30 વાગ્યે વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

1 નવેમ્બરનો કાર્યક્રમગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન (PM Modi Gujarat Visit) સવારે 10.50 વાગ્યે રાજસ્થાન માનગઢ હિલ હેલિપેડ (Mangadh Hill Rajasthan) ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ બપોરે 1.15 વાગ્યે જાંબુઘોડા હેલિપેડ પહોંચશે. અહીં બપોરે 1.30 વાગ્યે તેઓ જાંબુઘોડામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને અર્પણ કરશે. અહીંથી વડાપ્રધાન (PM Modi Gujarat Visit) ગાંધીનગર પહોંચશે. મહાત્મા મંદિર ખાતે ભાજપના 182 વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ માટે દિવાળી મિલન સમારોહ (diwali milan samaroh BJP) યોજવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details