ગુજરાત

gujarat

રથયાત્રા યોજવા અમદાવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ

By

Published : Jun 15, 2021, 11:04 AM IST

Updated : Jun 15, 2021, 12:42 PM IST

કોરોનાની ત્રાજી લહેરની તૈયારીઓ વચ્ચે સરકાર વધુ એક અવઢવમાં મુકાઇ છે. કોરોનાની બીજી લહેર હજી સંપૂર્ણ રીતે ગઈ નથી ત્યારે જગન્નાથ મંદિર(Jagannath Temple) દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરન પાસે રથયાત્રા(Rathyatra)યોજવા માટે મંજૂરીની માગવામાં આવી છે.

રથયાત્રા યોજવા અમદવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ
રથયાત્રા યોજવા અમદવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ

  • રથયાત્રા યોજવા માટે જગન્નાથ મંદિર સજ્જ
  • ગયા વર્ષે કોરોનાને કારણે મોકૂફ રહી હતી રથયાત્રા
  • રથયાત્રા યોજવાપોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર હજી સંપૂર્ણ રીતે ગઈ નથી, ત્યારે જ નિષ્ણાંતોએ આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી સરકારને આપી દીધી છે. તેને લઈને સરકારે તૈયારીઓ પણ શરૂ કરી છે. તેમ છતાંય નાગરિકોમાં જાગૃકતા જોવા મળતી નથી. લોકો ટોળે વળી રહ્યા છે. આવામાં જો રથયાત્રા કાઢવામાં આવે અને લાખો લોકો ભેગા થાય તો ચોક્કસપણે કોરોનાની ત્રીજી લહેર સર્જાઇ શકે છે.

રથયાત્રા યોજવા અમદવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ

આ પણ વાંચોઃ સુરતમાં જગન્નાથજી રથયાત્રાની તૈયારી શરૂ, સરકાર દ્વારા કોઈ નિર્ણય નહી

સરકાર અવઢવમાં રથયાત્રા યોજવી કે નહીં

સરકાર હજુ રથયાત્રા યોજશે કે, નહીં તેને લઈને અવઢવમાં જોવા મળે છે. સરકાર દ્વારા 24 તારીખ કે જ્યારે ભગવાન જગન્નાથજી જળયાત્રા યોજાવાની છે, ત્યાર સુધીમાં નિર્ણય લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. જો કે જગન્નાથ મંદિર દ્વારા પોતાની રીતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે પણ રથયાત્રા નહીં નીકળવાથી ભક્તો દુઃખી હતા. જો કે આ તૈયારીના ભાગરૂપે જગન્નાથ મંદિર દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરને પોતાની જૂની પરંપરા પ્રમાણે હાથી, ટ્રક, અખાડા અને ભજન મંડળી સાથે રથયાત્રા યોજવાની મંજૂરી માગવામાં આવી છે. આ પહેલા જ જળયાત્રા માટે પણ 50 લોકોને જવાની મંજૂરી માગવામાં આવી છે. હવે પોલીસ તરફથી તેની મંજૂરી મળે તેની રાહ જોવામાં આવી રહી છે. જો કે અગાઉ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની મંદિર મુલાકાત દરમિયાન જળયાત્રા કોરોના ગાઇડલાઇન પ્રમાણે નીકળશે તેમ જણાવાયુ હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 રથયાત્રાની તૈયારીઓ શરૂ

ભીડ વગર યોજાઈ શકે રથયાત્રા

જો કે, ભક્તો રોડ પર એકઠા ન થાય અને પોતે જ્યાં હોય, ત્યાંથી કે મીડિયાના માધ્યમથી દર્શન કરે તો આ રથયાત્રા યોજાવાની અને કોરોનાની ત્રીજી લહરને પહોંચી વળાશે.

Last Updated : Jun 15, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details