ગુજરાત

gujarat

Organ donation in Gujarat: સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન

By

Published : Feb 14, 2022, 7:17 PM IST

દેશની કોઈપણ સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન થયા હોય તેવી અમદાવાદ સિવિલ એકમાત્ર હોસ્પિટલ(Ahmedabad Civil Hospital ) છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં(Record break three organ donations) મળેલી 6 કિડની અને 3 લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.

Organ donation in Gujarat: સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન
Organ donation in Gujarat: સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન

અમદાવાદ: શહેરના સિવિલ હોસ્પિટલમાં ચોવીસ(Ahmedabad Civil Hospital ) કલાક એટલે કે એક જ દિવસમાં રેકર્ડ બ્રેક ત્રણ અંગદાન(Record break three organ donations) થયા છે. દેશની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ બની છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલી 6 કિડની અને 3 લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં (Organ donation in Gujarat )પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.

ચોવીસ કલાકમાં થયેલ ત્રણ અંગદાન

બ્રેઇનડેડ ભાવીનભાઈ પરમાર, ભાવનાબહેન ઠાકોર અને જ્યોત્સનાબહેન પારેખના અંગદાનની સુવાસ સમગ્ર ગુજરાતમાં ફેલાઇ છે. આ ત્રણેય અંગદાતાઓના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે. ચોવીક કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતી વધી છે. લોકોએ પોતે જ અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની જવાબદારી પોતાના શીરે સ્વીકારી લીધી છે. ચોવીસ કલાકમાં થયેલ ત્રણ અંગદાનની વિગત જોઇએ તો 19 વર્ષના મહેમદાવાદના રહેવાસી ભાવીનભાઇ પરમાર બ્રેઇનડેડ થતા તેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.

આ પણ વાંચોઃOrgan donation in Gujarat: ઉત્તરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મું અંગદાન

જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ

65 વર્ષના જ્યોત્સનાબેન પારેખ કે જેઓ ગાંધીનગરમાં રહે છે. શારિરીક અસ્વસ્થતા ના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. તેમના અંગોના રીટ્રાઇવલમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું. વિરમગામમાં રહેતા 40 વર્ષના ભાવનાબેન ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા.તેઓ પણ બ્રેઇનડેડ થતા તેમના બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.

અંગદાન થી 119 અંગો મળ્યા

આમ, સિવિલ હોસ્પિટલમાં 14 મહિનામાં 39 બ્રેઇનડેડ અંગદાતાઓના કરેલા અંગદાન થી 119 અંગો મળ્યા. જેમાં 33 લીવર, 59 કિડની, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 4 જોડ હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ તમામ અંગોએ 103 જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથર્યો છે.

અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રની અવિસ્મરમીય સિધ્ધી બદલ વીડિયો સંદેશના માધ્યમથી રાજ્યના SOTTO (State Organ And Tissue Trnasplant Organisation) ના કન્વીનર ડૉ. પ્રાજંલ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપદેશમુખ જીના અથાગ પરિશ્રમ અને કામગીરીને બિરદાવી હતી. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ આ અદ્વિતીય સિધ્ધિને અત્યાર સુધીના 39 અંગદાતાઓ અને તેમના પરિવારજનોને સમર્પિત કરી હતી. લોકજાગૃતિના પરિણામે જ આજે અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતુ. આ પણ વાંચોઃOrgan Donation In Ahmedabad Civil Hospital: 3 બહેનોનો એકના એક ભાઈના અંગદાનથી 5 લોકોને મળ્યું નવું જીવન

ABOUT THE AUTHOR

...view details