ગુજરાત

gujarat

Ahmedabad News: નરેન્દ્ર મોદી 2024માં ફરી બનશે વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન આઠવલે ગુજરાત પ્રવાસ દરમિયાન કર્યો દાવો

By

Published : Jul 12, 2023, 3:02 PM IST

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે ગુજરાત પ્રવાસ દરમિયાન દાવો કર્યો છે કે 2024 લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર દેશના પીએમ તરીકે ચૂંટાશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થયા અને સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેના વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત કોમન સિવિલ કોડ અંગે પણ લોકોને સમર્થન માટે અપીલ કરી હતી.

narendra-modi-will-become-prime-minister-again-in-2024-union-minister-ramdas-athaval-claimed-during-his-gujarat-tour
narendra-modi-will-become-prime-minister-again-in-2024-union-minister-ramdas-athaval-claimed-during-his-gujarat-tour

કેન્દ્રીય પ્રધાન આઠવલે ગુજરાત પ્રવાસ દરમિયાન કર્યો દાવો

અમદાવાદ: કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીના 9 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને વિકાસના કામો પણ છેવડાના ગામડાઓ સુધી પહોંચે તે માટે સાંસદો પોતપોતાના મત વિસ્તારમાં જઈને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. NDA સરકારને સમર્થન આપતી રિપબ્લિક ઓફ ઇન્ડિયા પાર્ટીના પ્રમુખ તેમજ કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે અમદાવાદ આવીને સરકારની જનધન યોજના, મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના અને આરોગ્ય યોજના થકી મળેલા લાભો વિશે માહિતી આપી હતી.

નરેન્દ્ર મોદી બનશે ફરી પીએમ:આ દરમિયાન આઠવલે જણાવ્યું હતું કે આવનારી 2024 લોકસભા ચૂંટણીમાં NDA ફરી એકવાર જીત મેળવશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ બનશે. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના લાભ દેશના કરોડો લોકોને મળ્યા છે. તેમને રિપબ્લિક ઓફ ઇન્ડિયા પાર્ટીના પ્રમુખ તરીકે પીએમ મોદીને સમર્થન કર્યું હતું.

કોમન સિવિલ કોડના સમર્થન માટે અપીલ:સમાન સિવિલ કોડ મુદ્દે પણ જણાવ્યું હતું કે કેન્દ્રમાં રહેલી સરકાર સમાન સિવિલ કોડ લાવી રહી છે. જે દેશ માટે સારી બાબત છે. દેશમાં એકતા માટે અને સામાન્ય નાગરિક માટે આ સમાન સિવિલ કોડ હોવો જરૂરી છે. અમારી પાર્ટી પણ સમર્થન આપે છે. બાબા સાહેબ આંબેડકરની પણ માંગ હતી કે દેશની અંદર એક સમાન સિવિલ કોડ હોવો જોઈએ. વિપક્ષ ખોટો વિરોધ કરી રહ્યો છે અમારું માનું છે કે કાનૂનમાં કોઇ વિરોધ કરવો જોઈએ નહીં.

પીએમ મોદી વૈશ્વીક નેતા:કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે જણાવ્યા હતું કે અમારી પાર્ટીએ NDA એ સાથે ગઠબંધન કરી મોદી સરકારને સમર્થન આપ્યું હતું. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા તરીકે સામે આવ્યા છે. જે આપણા માટે સારી બાબત કહી શકાય છે. નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં 2014માં જનધન યોજના શરૂ કરવામાં આવી હતી. જેના થકી ગરીબ પરિવારને ખૂબ જ મોટો ફાયદો થયો હતો. ગુજરાતમાં પણ 1 કરોડથી વધુ જન ધન ખાતા ખુલ્યા હતા.

'નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે તે માટે મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. જેની અંદર 50 હજારથી લઈને 10 લાખ સુધીની મુદ્રા યોજના થકી લોન આપવામાં આવી રહી હતી. જેમાં ગુજરાતમાં એક કરોડ 27 લાખ જેટલા લોકોને મુદ્રા યોજનાનો લાભ મળ્યો છે.'-રામદાસ આઠવલે, કેન્દ્રિય પ્રધાન

કેન્દ્ર સરકારની અનેક યોજના:મહિલાઓ માટે પણ ઉજ્વલા ગેસ યોજના 2016માં લાવવામાં આવી હતી. જેના થકી સમગ્ર દેશમાં 9 કરોડથી પણ વધુ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. સાથે ગુજરાતમાં પણ 38 લાખથી પણ વધુ ગેસ કલેક્શન મળ્યા છે. વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત પણ લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક સુંદર યોજના લાવવામાં આવી હતી. જેના થકી 8 લાખથી પણ વધુ મકાનો ગુજરાતમાં બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આરોગ્યની પણ ચિંતા વ્યક્ત કરી હતી. તે અંતર્ગત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ 5 લાખ સુધીની સારવાર મફતમાં આપવાની જાહેરાત કરી હતી પરંતુ જે પણ વધારીને હવે 10 લાખ કરવામાં આવી છે. જેમાં સમગ્ર દેશમાં લગભગ અંદાજિત 5 કરોડથી વધુ લોકોને લાભ મળ્યો છે. જેમાં ગુજરાતમાં પણ 40 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

  1. Rajya Sabha Election: ભાજપના રાજ્યસભાના ઉમેદવાર વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલા કોણ છે?
  2. Gujarat Rajyasabha Election: રબારી સમાજમાં ભામાશા તરીકે ઓળખાતા બાબુ દેસાઈ બન્યા રાજ્યસભાના ઉમેદવાર

ABOUT THE AUTHOR

...view details