ગુજરાત

gujarat

મોદી અને કેજરીવાલનો 1 ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શો, કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન

By

Published : Nov 30, 2022, 9:55 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. જેના માટે રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. બીજી તરફ બીજા તબક્કાની ચૂંટણીનો(Second phase election) પ્રચાર યથાવત રહ્યો હતો. ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રીપોર્ટ.

મોદી અને કેજરીવાલનો 1 ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શો, કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન
મોદી અને કેજરીવાલનો 1 ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શો, કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બઠકો પર મતદાન 1 ડિસેમ્બરે યોજાશે. 2.39 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અને 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે.
89 બેઠકો પર થશે મતદાનપ્રથમ તબક્કામાં કચ્છની 6 બેઠક, સૌરાષ્ટ્રની 48 બેઠક અને દક્ષિણગુજરાતની 35 બેઠક પર મતદાન થશે. આ કુલ 89 બેઠકો પર 25,430 મતદાન મથકો તૈયાર કરાયા છે, જેમાં 9014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો છે. મોરબી વિધાનસભા બેઠક પર કુલ 17 ઉમેદવાર ઉભા છે, જેથી ત્યાં ચૂંટણી પંચ 2 બેલેટ યુનિટની વ્યવસ્થા ગોઠવશે. તેમજ સુરતના લિંબાયત બેઠક પર 44 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેથી ત્યાં 3 બેલેટ યુનિટ વપરાશે.
બીજા તબક્કાના વિસ્તારમાં મતદાનબીજી તરફ બીજા તબક્કાની ચૂંટણીમાં(Second phase election) કુલ 93 બેઠકો પર મતદાન 5 ડિસેમ્બર થવાનું છે, જેનો ચૂંટણી પ્રચાર ચાલુ રહ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ(Deputy CM of Maharashtra) દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ફિલ્મ કલાકાર પરેશ રાવલે આજે પ્રચારનો દોર સંભાળ્યો હતો.
પીએમ મોદી 1 ડિસેમ્બરથી બે દિવસ ગુજરાતમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 1 ડિસેમ્બરથી બે દિવસના ગુજરાતના પ્રવાસેઆવી રહ્યા છે. તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કુલ 7 જનસભાને સંબોધન કરશે અને અમદાવાદમાં 30 કિલોમીટર લાંબો રોડ શો કરશે. અમદાવાદની તમામ બેઠકો કવર થઈ જાય તેવો રોડ શો કરવાનું આયોજન કરાયું છે. આ રોડ શો બપોરે 3 વાગ્યે નરોડાથી શરૂ કરીને સાંજે (Modi and Kejriwal roadshow) ચાંદખેડામાં પૂર્ણ કરશે.
કેજરીવાલ સાથે માન અને હરભજનસિંહનો રોડ શોવડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો પહેલા આમ આદમી પાર્ટી દિલ્હીના સીએમ(Aam Aadmi Party Delhi CM) અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને હરભજનસિંહ અમદાવાદમાં રોડ શો કરશે, તેવા સમાચાર મળી રહ્યા છે, જો કે તેમનો સત્તાવાર સમય જાહેર કરાયો નથી.
125 બેઠકો મેળવવાનો કોંગ્રેસનો દાવોગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માએ ETV Bharatને આપેલ એક્સક્લૂસિવ મુલાકાતમાં કહ્યું હતું કે કોંગ્રેસે બુથ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપ્યું છે, અને અમે 125 બેઠકો જીતીને સરકાર બનાવીશું. સાથે તેવો પણ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ઝીરો સીટ આવશે.

ABOUT THE AUTHOR

...view details