ગુજરાત

gujarat

Ahmedabad Crime : રાજ્યની મોટી ઈવેન્ટમાં ચોરી કરનાર ઝારખંડની ગેંગનો યુવક ઝડપાયો

By

Published : Jan 19, 2023, 8:05 PM IST

જો તમે છેલ્લા એક મહિનામાં યોજાયેલા મોટા કાર્યક્રમો કાંકરિયા કાર્નિવલ ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ અને શતાબ્દી મહોત્સવમાં ગયા હોવ અને તમારી કોઈ વસ્તુની ચોરાઈ (theft case in Ahmedabad) ગઈ હોય તો આ સમાચાર તમારા માટે છે. પોલીસે આ પ્રકારના મોટા પ્રસંગોમાં ચોરી મામલે ઝારખંડના યુવકની ધરપકડ કરી છે. (Mobile theft case in Ahmedabad)

Ahmedabad Crime : રાજ્યની મોટી ઈવેન્ટમાં ચોરી કરનાર ઝારખંડની ગેંગનો યુવક ઝડપાયો
Ahmedabad Crime : રાજ્યની મોટી ઈવેન્ટમાં ચોરી કરનાર ઝારખંડની ગેંગનો યુવક ઝડપાયો

ઝારખંડની ગેંગનો ગુજરાતમાં પગપેસારો, મોબાઈલની ચોરી કરતો ગેંગનો એક આરોપી ઝડપાયો

અમદાવાદ : ગુજરાતમાં યોજાયેલા ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ તેમજ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ જેવા મોટા કાર્યક્રમોમાં ચોરી કરવા માટે ઝારખંડથી ગુજરાત આવતી ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખુલ્યું છે.

70 ફોનની 12.50 લાખ કિંમતપકડાયેલા આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતા હતા. અમદાવાદમાં ચાલી રહેલી મોટી ઇવેન્ટમાં ભીડવાળી જગ્યાથી મોબાઇલની ચોરી કરવા ઝારખંડની ગેંગ આવી હતી. જેમાં દોઢ મહિનામાં 200થી વધુ મોબાઇલ ચોર્યા હોવાની આંશકા પોલીસને છે. પોલીસે આરોપી ઇન્દર મંડલ પાસેથી 70 જેટલા સ્માર્ટ ફોન કબ્જે કર્યા. જેમાં 30 આઈફોન સહિત અલગ અલગ કંપનીના 70 ફોનની 12.50 લાખ કિંમત મુદ્દામાલ કબ્જે લીધા છે.

આ પણ વાંચોTheft case in Porbandar : કુતિયાણામાં બેંકના ATM માંથી ચોરીના પ્રયાસ કરનારાઓ ઝડપાયા

ઝારખંડની ગેંગ પકડાયેલા આરોપી ઇન્દર મંડલની પૂછપરછ કરતા સામે આવ્યું કે, દોઢ મહિનામાં જ ઝારખંડની ગેંગએ કાંકરિયા કાર્નિવલ, સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાંથી અસંખ્ય મોબાઇલ ચોર્યા છે. મોબાઇલ ચોરી કરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી વાત કરીયે તો ઝારખંડના સાહેબગંજ જિલ્લાના ચોર ગેંગ અમદાવાદમાં ચાલતા ફેસ્ટિવલ સમયે આવે છે. ટ્રેન મારફતે અમદાવાદ આવીને પુર્વ વિસ્તારમાં ચાલી જેવી જગ્યા પર એક રૂમ રાખીને રહે અને બાદમાં શહેરમાં ચાલતા ઇવેન્ટમાં રીક્ષા મારફતે ત્યાં પહોંચી જાય ત્યાં ભીડભાડ વાળી જગ્યા પર ભેગા મળી મોબાઇલની ચોરી કરતા.

આ પણ વાંચોRobbery case in Ahmedabad : લૂંટ કરવા આવેલા શખ્સનો વેપારીએ કર્યો પ્રતિકાર, જૂઓ CCTV

મોબાઇલ ચોરીના રેકેટજોકે પાંચ જણની ટોળકીમાં બે કે ત્રણ નાની ઉંમરના કિશોર હોય જેથી રંગેહાથ મોબાઇલ ચોરી કરવામાં પકડાય તો તેને નાનો સમજી લોકો છોડી દેતા હોય છે. જેથી પોલીસના હાથે પકડતા ન હતા, પરંતુ અમરાઇવાડી પોલીસને ચોક્કસ માહિતી મળતા મોબાઇલ ચોરીના રેકેટ પકડાયું છે. ચોરી કરેલા મોબાઇલ ઝારખંડમાં લઈ જઈ વેંચતા હતા. જ્યાં ચોરી થયેલા મોબાઇલથી ઓનલાઇન ચિટિંગ ફ્રોડમાં તેનો ઉપયોગ થતો હોવાનું પોલીસને આંશકા છે. જેથી પોલીસે મોબાઇલ ચોરીના મુખ્ય આરોપી પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. તો બીજી બાજુ આ કાર્યક્રમમાં લોકોના ચોરી થયેલા મોબાઇલ માલિક અમરાઈવાડી પોલીસ સંપર્ક કરીને પરત મેળવી શકે છે જેવી એક અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details