ગુજરાત

gujarat

Ahmedabad Crime : નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનારા ઝડપાયા, 23 મોબાઈલ કબજે કરી 9 ગુનાનો ભેદ ઉકેલાયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 4:29 PM IST

નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની તપાસ કરતા 23 મોબાઈલ ફોન અને ઓટોરીક્ષા સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે. તેમજ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 9 ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

Ahmedabad Crime : નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનારા ઝડપાયા, 23 મોબાઈલ કબજે કરી 9 ગુનાનો ભેદ ઉકેલાયો
Ahmedabad Crime : નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનારા ઝડપાયા, 23 મોબાઈલ કબજે કરી 9 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી સોલંકીની ટીમને બાતમી મળી હતી કે નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનાર આરોપીઓ રિલીફ રોડ ઉપર મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ સામે ઓટો રીક્ષામાં હાજર છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી સદ્દામ ઉર્ફે લાલા શેખ અને શેરખાન ઉર્ફે પાપા ઉર્ફે બાલમ પઠાણ નામના બંને યુવકોની ધરપકડ કરી હતી.

આરોપીઓ વટવાના :પકડાયેલા બંને યુવકો અમદાવાદના વટવા વિસ્તારમાં સદભાવના ચાર માળિયા ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસેથી અલગ અલગ કંપનીના 23 મોબાઈલ ફોન તેમજ ઓટોરીક્ષા સહિત 3 લાખ 53 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

મોબાઇલ ચોરીના 9 કેસ ઉકેલાયા : અમદાવાદના ઘાટલોડિયા, સરદારનગર, મણિનગર, રામોલ તેમજ સરખેજ, નારોલ, સાણંદ અને વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં એમ કુલ 9 મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી સદ્દામ ઉર્ફે લાલા શેખ અને શેરખાન ઉર્ફે પાપા બાલમ તેની સાથે સમીર શેખ નામના આરોપી સાથે મળીને અલગ અલગ જગ્યાઓ પરથી મોબાઇલ ચોરી કરતા હતાં.

ક્યાંથી ચોર્યાં મોબાઇલ :આરોપીઓની વધુ તપાસ કરતા તેઓએ એક મહિના પહેલા દહેગામ રોડ ઉપર વાસણા-વડોદરા પાટીયા પાસેથી, નારોલ વટવા કેનાલ રોડ ઉપરથી, ગાંધીનગર ગ્રીપ સીટી રોડ ખાતે આશિષ વોટર સપ્લાય નામની દુકાનમાંથી, દહેગામ શ્રીનાથ સોસાયટી પાસે આવેલ એક જગ્યા આમ અલગ અલગ 11 જેટલી ચોરીની કબૂલાત આરોપીઓએ કરી છે.

આરોપીઓ રીઢા ચોર : આ મામલે પકડાયેલો આરોપી સદ્દામ અગાઉ ઓઢવમાં ચોરીના ગુનામાં ઝડપાયો છે. તેમજ શેરખાન ઉર્ફે પાપા અગાઉ કાગડાપીઠ, રાણીપ, નવરંગપુરા અને વટવા સહિતના પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયો છે. પકડાયેલા આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

  1. Drugs Crime : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદરથી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ ચલાવતા શાતિર કેદીનો પર્દાફાશ
  2. Surat News: ટ્રેક ન કરી શકે એવી એપ્લિકેશન રાખનારા બાંગ્લાદેશીને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો
  3. Rajkot Crime: બસ સ્ટેન્ડમાં મોબાઇલ ચોરી કરતો શખ્સ CCTV કેમેરામાં કેદ

ABOUT THE AUTHOR

...view details