ગુજરાત

gujarat

Liver Transplant : પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટની મહત્ત્વની પ્રક્રિયાઓ માટે વિશ્વના નિષ્ણાતો સાથે કામ કરશે લીવર કેર પ્રોગ્રામ

By

Published : Feb 13, 2023, 9:03 PM IST

ભારતમાં દર વર્ષે 20,000થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ્સની જરૂરત પડતી હોય છે, જેની સામે 2,000 લીવરનું દાન મળે છે. ત્યારે આ દિશામાં કામ કરવાના હેતુથી અપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર કેર પ્રોગ્રામ લોન્ચ કરાયો છે. જેમાં દુનિયાના નિષ્ણાત તબીબો પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ સહિતની મહત્ત્વની પ્રક્રિયાઓમાં જોડાશે.

Liver Transplant : પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટની મહત્ત્વની પ્રક્રિયાઓ માટે વિશ્વના નિષ્ણાતો સાથે કામ કરશે લીવર કેર પ્રોગ્રામ
Liver Transplant : પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટની મહત્ત્વની પ્રક્રિયાઓ માટે વિશ્વના નિષ્ણાતો સાથે કામ કરશે લીવર કેર પ્રોગ્રામ

ગુજરાતમાં લીવર ડિસિઝ અને ટ્રાન્સપ્લાન્ટના મેનેજમેન્ટમાં સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો હેતુ

અમદાવાદ : વિશ્વભરમાં દર વર્ષે આશરે 25,000 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. જેમાં યુએસમાં આશરે 9,000, યુકેમાં 1,000, ચાઇનામાં 5,000, ભારતમાં 2,000 તથા બાકીના બીજા દેશોમાં થાય છે. એકલા ભારતમાં જ દર વર્ષે 20,000થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ્સની જરૂર છે, જેની સામે હાલ માત્ર 10 ટકા કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ મજબૂત લીવર કેર પ્રોગ્રામની અનુપલબ્ધતા તથા જનતા માટે સુલભ હોય તેવા મૃતક દાતાઓની અછત છે.

અપોલો હોસ્પિટલે લોંચ કર્યો :લીવર કેર પ્રોગ્રામ આ અંતરને ભરપાઇ કરવાના પ્રયાસરૂપે અપોલો હોસ્પિટલ અમદાવાદે સોમવારે વ્યાપક લીવર કેર પ્રોગ્રામ લોંચ કર્યો હતો. જેમાં વયસ્કો અને બાળકો બંન્નેના લીવર કેર ઉપર વિશેષ ભાર મકાયો હતો. હેલ્થકેર એક્સપર્ટ્સની એક અનુભવી ટીમને પ્રોગ્રામમાં સામેલ કરાઇ છે, જેમાં પ્રોફેસર ડેરિયસ મિર્ઝા પણ સામેલ છે.

નિષ્ણાત તબીબી ટીમમાં જોડાશે : વિશ્વભરમાં 6,000થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ્સનો અનુભવ ધરાવે છે. પ્રોફેસર મિર્ઝા (લીડ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, વેસ્ટર્ન રિજન, અપોલો ગ્રૂપ) ડો. ચિરાગ દેસાઇ (લીવર ટ્રાનસપ્લાન્ટ સર્જન), ડો. પથિક પરીખ (લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન) તથા સ્પેશિયાલિસ્ટની વિશાળ અનુભવી ટીમ સાથે જોડાશે, જેથી ગુજરાતમાં લીવર ડિસિઝ અને ટ્રાન્સપ્લાન્ટના મેનેજમેન્ટમાં સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરી શકાય.

આ પણ વાંચો ગુજરાત સરકાર સંચાલિત વડોદરાની આ હોસ્પિટલમાં ચાર દર્દીઓને મળી વગર ખર્ચે સારવાર

લીવર ટ્રાન્સપ્લાન્ટ એક સ્થાપિત પ્રક્રિયા છે : આ અંગે પ્રોફેસર ડેરિયસ મિર્ઝાએ જણાવ્યું હતું કે, લીવર ટ્રાન્સપ્લાન્ટ એક સ્થાપિત પ્રક્રિયા છે અને જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યની બહાર મુસાફરી કર્યાં વિના તેને ઓફર કરવી જોઇએ. અમે વયસ્કો અને બાળકો બંન્નેને વ્યાપક લીવર ટ્રાન્સપ્લાન્ટ કેર પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. મુખ્યત્વે ઓછું વજન ધરાવતા નાના બાળકોમાં પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ ખૂબજ પડકારજનક છે. તેમાં ભાવનાત્મક પાસું પણ સામેલ છે. આ બાળકો ખૂબજ નાજૂક હોય છે અને સ્પેશિયલાઇઝ્ડ સેટઅપ અને ટીમવર્કની જરૂર હોય છે. જે હવે અમે શ્રેષ્ઠ સંભવિત પરિણામો સાથે પ્રદાન કરવા સજ્જ છીએ.

ગુણવત્તાયુક્ત કેર ઓફર : અપોલો હોસ્પિટલના સીઓઓ નીરજ લાલે કહ્યું હતું કે, પ્રોફેસર ડેરિયસ મિર્ઝા બહોળો આંતરરાષ્ટ્રીય અનુભવ પ્રદાન કરશે, જે અમારા દર્દીઓને લાભદાયી નિવડશે. અમારી લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમ લીવર ડિસિઝ મેનેજમેન્ટ અને ટ્રાન્સપ્લાન્ટેશનમાં ગુણવત્તાયુક્ત કેર ઓફર કરશે. હવે અમે જીવંત અને મૃત દાતાઓ તથા એબીઓ અસંગત ડોનર્સ પાસેથી વયસ્કો અને પિડિયાટ્રિક દર્દીઓનું લીવર ટ્રાન્સપ્લાન્ટેશન ઓફર કરવા સજ્જ છીએ, કે જેઓ તીવ્ર અને ગંભીર લીવર ફેઇલ્યોરથી પીડિત છે. તેનાથી ઘણાં દર્દીઓને નવું જીવન મળશે. ટીમના સંયુક્ત અનુભવથી ઘણાં દર્દીઓને લાભ થશે કે જેઓ લીવર ફેઇલ્યોરના અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં અપોલો હોસ્પિટલ ગ્રુપે 4,100થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ્સ અને 500 પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ્સ કર્યાં છે.

આ પણ વાંચો Valentines Day 2022 : લગ્ન પહેલા દિલ, લગ્ન પછી લીવર... આ રીતે પ્રેમ થયો સાબિત!

ગુજરાતમાં પ્રથમ લીવર-કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો શ્રેય :આ પ્રસંગે ડો. શ્રાવણ બોહરાએ જણાવ્યું હતું કે, અપોલો ગ્રૂપ વર્ષ 1998માં ભારતમાં સૌપ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. અપોલો હોસ્પિટલ ગુજરાતમાં પણ અગ્રેસર છે અને તે પ્રથમ જીવંત ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ, પ્રથમ પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ, બ્લડ ટ્રાન્સફ્યુઝન વગર પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ અને ગુજરાતમાં પ્રથમ લીવર-કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો શ્રેય ધરાવે છે. અપોલો હોસ્પિટલે અત્યાર સુધીમાં સંભવિત શ્રેષ્ઠ પરિણામો આપ્યાં છે. પ્રોફેસર ડેરિયસ મિર્ઝા ટીમમાં સામેલ થતાં હવે અમે પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ, એક્યુટ લીવર ફેઇલ્યોર માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ તથા એબીઓ અસંગત ડોનર્સ પાસેથી પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા તૈયાર છીએ.

ABOUT THE AUTHOR

...view details