ગુજરાત

gujarat

Gurpatwant Singh Pannun FIR: ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં FIR નોંધાઈ, જાણો સમગ્ર મામલો

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 11:23 AM IST

Updated : Sep 29, 2023, 12:46 PM IST

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપી હતી.

khalistani-terrorist-gurupatwantsingh-fir-registered-in-ahmedabad-narendra-modi-stadium
khalistani-terrorist-gurupatwantsingh-fir-registered-in-ahmedabad-narendra-modi-stadium

અમદાવાદ:ખાલીસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુના વાયરલ થયેલા ઓડિયો મામલે અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચ યોજાવવા જઈ રહી છે. જેને લઈને ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ મેચ દરમિયાન હુમલાની ધમકી આપી હતી. હવે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.

આતંકી હુમલાની ધમકી:પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર આતંકી પન્નુનો એક પ્રી-રેકોર્ડેડ ફોન કોલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. પન્નુએ ફોન કોલમાં કહ્યું હતું કે ‘આ ઓક્ટોબરમાં વર્લ્ડ ક્રિકેટ કપની નહીં, પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત થશે. આ મેસેજ છે એસએફજે જનરલ કાઉન્સિલના ગુરપતવંત સિંહ પન્નુનો.’ આ મામલે આજે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં FIR નોંધાઈ,

રાજદ્વારી તણાવ વચ્ચે પન્નુનો મેસેજ: FIR મુજબ ગુરપતવંત સિંહ પન્નુનને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને તે વિદેશથી શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થા ચલાવે છે. પન્નુ ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. શીખો અને દેશના અન્ય સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરી રહ્યો છે અને દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. કહેવામાં આવ્યું છે કે, અગાઉ પણ તે આવી નાપાક પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર. પન્નુ તરફથી ધમકીભર્યો સંદેશ ભારત અને કેનેડા વચ્ચે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાને લઈને રાજદ્વારી તણાવ વચ્ચે આવ્યો છે.

જાણો પન્નુએ વાયરલ ઓડિયોમાં શું કહ્યું ?

india on 5th October from Modi Stadium in Ahmedabad it will not be start of World Cricket Cup this will be the beginning of World Terror Cup. Shikhs for Justice is going to use and storm Ahmedabad with Khalistan flag. We are going to take revenge of Shaheed nijjars assassination. We are going to use ballot against your bullets. We are going to use vote against your violence. Remember 5th October it will not be World Cricket Cup it will be the beginning of World Terror Cup. Message is from Gurpatwant Singh Pannun After the General Counsel.

  1. Vadodara Crime : વડોદરાના સાવલીના મંજુસર ખાતે ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો, અફડાતફડીનો માહોલ સર્જાયો
  2. Anand News: વિઘ્નહર્તાના વરઘોડામાં વિઘ્ન! કરંટ લાગતા બેના મોત
Last Updated : Sep 29, 2023, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details