ગુજરાત

gujarat

જૈન સમાજના વિરોધ અંગે જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાથે ખાસ વાતચીત

By

Published : Jan 3, 2023, 7:54 PM IST

Updated : Jan 3, 2023, 9:26 PM IST

જૈન સમાજમાં ચાલી રહેલા ઝારખંડ સમ્મેત પર્વતને પ્રવાસન સ્થળ તરીકે જાહેર (opposition Declared Sammet Parvat as tourist place) કરતા તેની સમાજ વિરોધ કરી રહ્યું છે. જ્યારે બાજુ ગુજરાતમાં શત્રુંજય પર્વત પર થયેલ નુકસાન ગુજરાત સરકાર દ્વારા ભાવનગર પોલીસ 24 કલાક કરવામાં આવે (conversation with Ratnasundar Surishwarji Maharaj) છે. જૈન સમાજે સરકાર દ્વારા લેવાયેલા પગલાંને આવકાર્યું છે.

conversation with Ratnasundar Surishwarji Maharaj
conversation with Ratnasundar Surishwarji Maharaj

રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાથે જૈન સમાજના વિરોધ અંગે સાથે ખાસ વાતચીત

અમદાવાદ:નવા વર્ષના પ્રથમ દિવસે જૈન સમાજ દ્વારા ભાવનગર શેત્રુંજય શિખર પર તોડફોડ અને ઝારખંડ સમ્મેત પર્વત (Parasnath Mountain) પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરતા ભારે વિરોધ કરવામાં આવ્યો (opposition Declared Sammet Parvat as tourist place) હતો. જેને પગલે ગુજરાત સરકાર દ્વારા શેત્રુંજય શિખર 24 કલાક પોલીસ મૂકવામાં આવી છે. આ સમગ્ર ઘટના લઈને જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજે (Jainacharya Ratnasundar Surishwarji Maharaj) ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી (special conversation with etv Bharat) હતી.

પ્રશ્ન: જૈન સમાજ હમેશાં શાંતિ અને અહિંસાની વાત કરે છે તો શા માટે રોડ પર આંદોલન કરવું પડ્યું ?

જવાબ:અમે પહેલા પણ શાંતિ અને અહિંસાની વાતો કરતા હતા. ત્યારે અત્યારે પણ શાંતિ અને અહિંસાની જ વાતો કરીએ છીએ કાલે પણ એ વાત હતી. આજે પણ એ જ વાત કરીએ છીએ. આવનારા સમયમાં પણ એ જ વાત કરીશું. ક્યારે પણ અહિંસા અને નફરતની વાતો કરી નથી. પરંતુ તમે પણ સમજી શકો છો કે પોતાના ઘરમાં કોઈ શાંતિથી બેઠું હોય અને ઘરમાં આવીને આપણી પર હુમલો કરે અને અમને જ ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે તો અમારે રોકવાનો પ્રયાસ તો કરવો જ જોઈએ. જો અમે સક્ષમ નથી તો અમારે અવાજ ઉઠાવવો પડે છે. જે ઘટના બની છે અને જે થઈ રહ્યું છે એક સમૂહની તાકાત ઊભી કરવાનો ભાવ છે. અમે કોઈને વિરોધ નથી કરી રહ્યા. ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળો પોતાના ઝૂપડાની સુરક્ષા કરે છે. જૈન સમાજનું તીર્થ સ્થળ છે. જ્યાં અમારી આસ્થા, નિષ્ઠા અને અમારી માનસિકતા પ્રત્યે પ્રેમ છે. તેની ઉપર કોઈપણ વ્યક્તિ આવીને કોઈ પણ અહિંસા કરી જાય તો અમે થોડું પણ ગરમ શબ્દથી બોલી ન શકીએ? તો એ બાબત અશાંતિ નથી ફેલાવી રહ્યા અને બંધારણની વિરુદ્ધ ગયા પણ નથી અને જવાના પણ નથી. અમે યાદ અપાવવા માંગીએ છીએ કે સરકારની જવાબદારી હોય છે. દરેક પ્રજાની સુરક્ષા કરવી અને તેમના પરિવારને વ્યક્તિગત અને સમાજના, રાષ્ટ્રના તીર્થની દરેકની સુરક્ષા કરવી જરૂરી છે. તેથી જ અમે અમારી વાત સરકારના કાને પહોંચે.

પ્રશ્ન: ઝારખંડમાં સમ્મેત પર્વત પ્રવાસન સ્થળ તરીખે જાહેર કરવામાં આવ્યું છે તેનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે ?

જવાબ: દરેકનું એક બંધારણ હોય છે. મારા ઘરનું પણ એક બંધારણ છે તેવી જ રીતે અમારા ધર્મનું પણ એક બંધારણ છે. તીર્થસ્થળમાં એવી કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ કે જેથી તીર્થમાં પવિત્રતાને નુકસાન થાય. અમારા તીર્થ સ્થળનું સંવિધાન છે કે ત્યાં કોઈ દારૂ અને માસનું વેચાણ ન થઈ શકે. પ્રવાસન સ્થળ બાદ તેમાં દરેક વસ્તુ આવી જાય છે. જેને અમે કે સરકાર પણ રોકી શકતી નથી. એના માટે અમે વિરોધ કરીએ છીએ. અમારા સંવિધાનની વિરુદ્ધ છે એટલે અમે વિરોધ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોજૈન સમાજના પ્રશ્ને સરકાર એક્શન મોડ પર, ટાસ્ક ફોર્સની કરાશે રચના

પ્રશ્ન: માસ અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તો સરકારની આવી શરત પર રાખવામાં આવે તો તમે તેમાંથી સંતુષ્ટ થશો?

જવાબ:સરકાર શરત રાખે છે પરંતુ શરતની અંદર પણ પ્રમાણિકતા હોય છે પરંતુ શરતને તોડવા માટે ઘણા બધા હોય છે. શરતને કોઈ માનતા નથી અને તોડે છે. સરકાર પણ કોઈ રસ્તો કાઢી શકતી નથી એના કરતાં વધુ સારું છે અને અત્યાર સુધી સુરક્ષિત રહીએ. અમારી માંગ ટુરિસ્ટ પ્લેસની નથી માત્ર અમારા ધાર્મિક સ્થળોની સરકાર રક્ષા કરે.

પ્રશ્ન: ગુજરાત સરકાર દ્વારા ભાવનગર પોલીસે શત્રુંજય પર્વત પર 24 કલાક પોલીસ હાજર રાખી છે તે કામથી તમે સંતોષ છો ?

જવાબ:ભાવનગરમાં 24 કલાક સુરક્ષા માટે પોલીસને ગોઠવણી કરી છે તે કામથી અમે સંતુષ્ટ છીએ. જે પણ કામ કર્યું છે તેથી અમે સંતુષ્ટ છીએ. સરકારના નિર્ણયથી સંતુષ્ટ છીએ પણ સંપૂર્ણ સહમત નથી. અમારી જે માંગ છે તેને સરકારે સ્વીકારી છે તે માટે સમગ્ર જૈન સમાજ તરફથી ધન્યવાદ આપીએ છીએ. પરંતુ ધન્યવાદની સાથે યાદ પણ કરવા માગીએ છીએ કે જે તમે શરૂઆત કરી છે સારી છે અને બાકીના જે મુદ્દાઓ છે તેનો પણ જલ્દીથી ઉકેલ લાવવામાં આવે તેવી માગ પણ કરીએ છીએ.

આ પણ વાંચોસમ્મેત શિખરને બચાવવા ઉપવાસ પર બેઠેલા જૈન સાધુ સુગ્યસાગરે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો

પ્રશ્ન: જૈન ધર્મના સ્થળ ઉપર આવી ઘટનાઓ અચાનક વધી જવી તેનું પાછળનું કારણ શું હોઈ શકે ?

જવાબ:આ અચાનક થયું નથી. સમ્મેત પર્વત અને શત્રુંજય બંને જૈન સમાજના ધાર્મિક સ્થળો છે. આ બંનેના ટ્રસ્ટી કે સમાજને પણ પૂછવું જોઈએ કે સ્થળોને ટુરિસ્ટ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવે છે. જો સહમત થાય તો જ નિર્ણય લેવો જોઈએ.

Last Updated :Jan 3, 2023, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details