ગુજરાત

gujarat

Illegal immigration: ડીંગુચાના પરિવારની થયેલી મોત પાછળ જવાબદાર 2 એજન્ટ ઝડપાયા

By

Published : Jan 15, 2023, 4:42 PM IST

2 agents responsible for the death of Dingucha's family were arrested

ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે કેનેડાથી બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકા મોકલી આપવાનું નેટવર્ક ચલાવતા એજન્ટોની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. માઇનસ 35 ડિગ્રીના થીજીને મોતને ભેટનાર ડીંગુચાના પરિવારને આ જ એજન્ટોએ મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે.

ડીંગુચાના પરિવારની થયેલી મોત પાછળ જવાબદાર 2 એજન્ટ ઝડપાયા

અમદાવાદ:19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડાથી અમેરિકા દેશ વચ્ચેની બોર્ડર ક્રોસ કરતાં સમયે અતિશય ઠંડીના કારણે ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોનું મોત નીપજ્યું હતું. જેથી આ પ્રકારના ભારતીય નાગરિકોને કે જેવો અમેરિકા જેવા દેશમાં જવા ઈચ્છતા હોય તેઓને એજન્ટો મારફતે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અન્ય દેશના વિઝા અપાવી ત્યાંથી ખાનગી રાહે અમેરિકામાં ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી. જે માનવ તસ્કરીનું રેકેટ ચલાવતા એજન્ટો વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

બે આરોપીઓની ધરપકડ: આ સમગ્ર મામલે તપાસ દરમિયાન અમદાવાદ શહેર તથા આસપાસના જિલ્લાઓમાં કેટલાક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા એજન્ટો પૈસા કમાવવા માટે અમેરિકા જેવા દેશમાં જવા ઈચ્છતા ભારતીય નાગરિકોને લચાવવી ફોસલાવીને મોટા પ્રમાણમાં પૈસા મેળવી આ કામગીરી માટે વ્યક્તિદીઠ 60થી 65 લાખ રૂપિયા રકમ મેળવતા હતા. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગરના કલોલના ભાવેશ પટેલ તેમજ અમદાવાદના યોગેશ પટેલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચોStatewide Cyber Racket: સુરત ખટોદરા પોલીસ દ્વારા રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપીની ધરપકડ

બંને આરોપીઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે:ભાવેશ પટેલ અને યોગેશ પટેલ બંને આરોપીઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે, અને તેઓ દ્વારા જ ડીંગુચાના પરિવારને અમેરિકા મોકલવા માટેનું કામ કરવામાં આવ્યું હોવાનું ખુલાસો થયો છે. આ જ પ્રકારે આરોપીઓએ જાન્યુઆરી 2021 માં અમદાવાદ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી 11 ભારતીય નાગરિકોને કેનેડા મોકલ્યા હોવાનું ખુલાસો થયો છે. આરોપીઓ દ્વારા અમેરિકા જવા માંગતા નાગરિકોને સૌથી પહેલા ભારતમાંથી દુબઈ જેવા દેશમાં મોકલીને ત્યાંથી કેનેડાની ફ્લાઈટ તેમજ રોડના રસ્તે વેનકુવર ખાતે લઈ જવામાં આવતા હતા અને ત્યાંથી એવી ત્યાંથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોAhmedabad crime news: ઉત્તરાયણના તહેવારની સાંજે હવેલી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ

ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી: આ મામલે ઝડપાયેલા યોગેશ પટેલની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેના મારફતે માણસાના પ્રિયંકા ચૌધરી તેમજ પ્રિન્સ ચૌધરી નામના વ્યક્તિઓ કેનેડા ગયા હતા અને ત્યાં ફેનીલ અને બીટ્ટુ પાજી નામના આરોપીએ આ બંને ભારતીય નાગરિકોને તેમજ ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યો અને અન્ય એજન્ટો મારફતે મોકલ્યા હતા. જેમાં કેનેડા બોર્ડર પર દિગુંચા ગામના 4 સભ્યોના ઠંડીમાં થીજી જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે પ્રિયંકા ચૌધરી નામની યુવતીને હાથની આંગળીઓ થીજી જતા સારવાર માટે ખસેડાઈ હતી. પકડાયેલા આરોપી છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ આચરતા હોવાનો ખુલાસો થયો છે. જેથી હાલ તો આ મામલે પકડાયેલા આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details