Statewide Cyber Racket: સુરત ખટોદરા પોલીસ દ્વારા રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપીની ધરપકડ

author img

By

Published : Jan 15, 2023, 3:00 PM IST

surat-khatodara-police-arrest-statewide-cyber-racket-accused

સુરત ખટોદરા પોલીસ દ્વારા રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપી સુફિયાન સાજીદ નામના યુવકની કરી ધરપકડ કરી છે. આ આરોપી દ્વારા અંદાજિત 10 હજાર લોકો સાથે કરી છેતરપંડી.તે ઉપરાંત આરોપી પાસેથી પોલીસને 12 અલગ અલગ બેન્ક એકાઉન્ટ ના ચેકબુક, 32 મોબાઈલ 38 સીમકાર્ડ, અને એક કોમ્પયુટર કબ્જે કર્યું છે.

રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપીની ધરપકડ

સુરત: સુરત ખટોદરા પોલીસ દ્વારા રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપી સુફિયાન સાજીદ નામના યુવકની કરી ધરપકડ કરી છે. આ બાબતે માહિતી આપતાં સુરત પોલીસના ડીસીપી સાગર બાગમારે જણાવ્યું કે, સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક સાઇબર ક્રાઇમ ફોર્ડનું ડિટેક્શન કરવામાં આવ્યું છે.જેમાં ખટોદરા પોલીસ સ્ટેશન ગત 29 ડિસેમ્બર 2022 ના રોજ સાઇબર ક્રાઇમ ને લઈને એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આઈ ટી એક્ટની કલમ હેઠળ 66-C અને 66-D હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરોપી સુફિયા સાજીદ રંગુનવાલાની ધરપકડ: આ તપાસ દરમિયાન પોલીસને એક આરોપી સુફિયા સાજીદ રંગુનવાલાની ધરપકડ કરવામાં આવી છે. જે સમય આરોપીની ધરપકટ કરવામાં આવી ત્યારે તેના ઘરેથી 32 મોબાઈલ ફોન, 12 અલગ-અલગ બેંક ના ચેકબુક, 39 સીમકાર્ડ, 18 અલગ-અલગ ક્યુઆર કોર્ડ, તે ઉપરાંત તેનો કંપનીનો રાઉટર પણ અને 60 ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. 40 હાજર રૂપિયા કેસ ટોટલ મળી કુલ 2 લાખ 40 હાજરનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો ડ્રગ્સ કેસના 3 આરોપીના ATSએ 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ લીધા

અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી કુલ 4.30 કરોડનું ટ્રાન્જેક્શન: વધુમાં જણાવ્યું કે, આ આરોપીના એકાઉન્ટની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે 12 અલગ અલગ બેંકના એકાઉન્ટ હતા. તેમાં જ્યારે ટ્રાન્જેક્શન જોવામાં આવ્યું હતું ત્યારે લગભગ 4.30 કરોડનું કરવામાં આવ્યું હતું. આ આરોપી લોકો સાથે જે રીતે ચીટીંગ કરતો હતો ખાસ કરીને સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાનો ફેબ્રિકના કપડાનો વેપાર કરે છે તે રીતે પોતાની ઓળખ આપતો હતો. એ મારફતે એડવર્ટાઈઝમેન્ટ કરતો હતો. જેને કારણે લોકો એમને ઓર્ડર આપતા હતા. ત્યારે ક્યુઆર કોડ મેળવી લોકો પાસેથી પેમેન્ટ મેળવી લેતો હતો. પેમેન્ટ આવી ગયા બાદ તે માલ પણ આપતો નઈ હતો. જે લોકો તેને ફોન કરતા તે નંબર પણ તે બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો.

આ પણ વાંચો Passenger plane crashes: નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, ATR-72 પેસેન્જર પ્લેન પોખરા પાસે ક્રેશ

આરોપીના 32 મોબાઈલ ફોનમાંથી કુલ 25 હજાર જેટલાં નંબર મળી આવ્યા: વધુમાં જણાવ્યું કે, આવી રીતે આ આરોપી લગભગ બે થી અઢી વર્ષ દરમિયાન લોકો સાથે ચેટિંગ કરતો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આની વિગત જોતા આરોપીના જે અલગ અલગ મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે.તેમાં 25 હાજર નંબર સેવ કરવામાં આવ્યા છે. તો એમ કહી શકાય છે કે આરોપીએ ઘણા બધા લોકો સાથે ચેટિંગ કરી છે.એ સાથે જ જે 12 અલગ અલગ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે એને પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. આ આરોપી વિરુદ્દ સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન સિવાય પાલ, લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં અમદાવાદ સિવાય અન્ય રાજ્યોમાં પણ જે ઓનલાઇન પોર્ટલ છે તેમાં પણ ફરિયાદો મળી આવી છે. જેમકે દિલ્હી, રાજસ્થાનમાં પણ આરોપી વિરુદ્ધ ફરિયાદ મળી આવ્યું છે. આ આરોપીને શહેરના ગોપીપુરા વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.