ગુજરાત

gujarat

અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહે 8 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું

By

Published : Aug 29, 2019, 1:49 PM IST

Updated : Aug 29, 2019, 2:25 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને વેગ આપવા આહ્વાન કર્યું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ અભિયાનમાં ગુજરાત લીડ લેશે. જે અંતર્ગત કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં 10 લાખ વૃક્ષારોપણ અભિયાનનું સમાપન અને 8 નવી ઈલેકટ્રિક બસનું લોકાર્પણ કર્યું હતું.

amit shah

આગામી સમયમાં અમદાવાદમાં 500 ઈલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં મુકવામાં આવશે. મુખ્યપ્રધાને ઈલેક્ટ્રીક વાહનોના વ્યાપક ઉપયોગ સાથે ગુજરાતને ગ્રીન ક્લીન, પર્યાવરણ પ્રીય અને પ્રદૂષણ મુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર કર્યો હતો. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતુ કે, આવી બસો વડાપ્રધાન મોદીના 'મેક ઈન ઈન્ડિયા' પ્રોજેક્ટ અંતર્ગત પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે. આ સાથે જ મુખ્યપ્રધાને વૃક્ષારોપણ, ગુજરાતે જળ સંચય માટે જે જનભાગીદારી અભિયાન સુજલામ સુફલામ્થી ઉપાડ્યું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે, નદી-નાળા અને તળાવોની સફાઈ, વરસાદી પાણીના સંગ્રહ માટે આ અભિયાનથી ગુજરાત દેશનું માર્ગદર્શક બન્યું છે.

અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહે 8 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું

ગૃહપ્રધાન અમિત શાહે દેશની જનતાને કહ્યું કે, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ. આ અભિયાનની શરૂઆત ગુજરાતની બહેનોએ કરવી જોઈએ. જેથી દેશભરમાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રેરણા મળે.

Intro:અમદાવાદઃ
મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણી એ જાહેર કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ દેશમાં ઇલેક્ટ્રીક વાહનો ના વપરાશ ને વેગ આપવા કરેલા આહ્વાન માં ગુજરાત લીડ લેશે.તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતિ માં અમદાવાદ મહાનગર માં ૧૦લાખ વૃક્ષો વાવવાના અભિયાન નું સમાપન અને અમદાવાદ મહાનગર માં નવી ૮ ઇલેટ્રિક બસ ના લોકાર્પણ કરતા કહ્યું કે આગામી સમય માં અમદાવાદ મહાનગર માં ૫૦૦ ઇલેક્ટ્રિક બસ નાગરિકો ની સેવામાં મુકાશે


Body:મુખ્મંત્રી એ આવા વાહનો ના વ્યાપક ઉપયોગ સાથે ગુજરાત ને ગ્રીન ક્લીન અને પર્યાવરણ પ્રિય પ્રદૂષણ મુક્ત રાજ્ય બનાવવા નો પણ પુનરોચ્ચાર કર્યો હતો. વિજય ભાઈ એ કહ્યું કે આવી બસો મેઇક ઈન ઈન્ડિયા એટલેકે સંપૂર્ણ ભારતીય બનાવટ ની બસો તરીકે પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે. મુખ્યપ્રધાન એ વૃક્ષારોપણ સાથે ગુજરાતે જલ સંચય માટે જે જનભાગીદારી અભિયાન સુજલામ સુફલામ્ થી ઉપાડ્યું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે નદી નાલા તળાવો ની સફાઈ અને વરસાદી પાણી ના સંગ્રહ માટેનું આ અભિયાનથી ગુજરાત દેશ નું માર્ગદર્શક બન્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે લોકોને પ્લાસ્ટિક નહીં વાપરવા જણાવ્યું અને કહ્યું કે તેની શરૂઆત ગુજરાતની બહેનો એ કરવી જોઈ એ. જેથી દેશભરમાં લોકોને પ્લાસ્ટિક નહીં વાપરવા પ્રેરણા મળે.
Conclusion:
Last Updated : Aug 29, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details