ગુજરાત

gujarat

રેરા એપલેટ ટ્રિબ્યુનલમાં સભ્યોની નિમણુંક મુદે હાઈકોર્ટે અર્બન ડેવલ્પમેન્ટ વિભાગને નોટીસ પાઠવી

By

Published : Dec 26, 2019, 9:11 PM IST

અમદાવાદ : રેરા એપલેટ ટ્રિબ્યુનલમાં ટેકનિકલ સભ્યોની નિમણુંક ન કરાતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરતા ગુરુવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે અર્બન ડેવલ્પમેન્ટ ઓથોરિટી અને હાઉસિંગ વિભાગને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 20મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

રેરા એપલેટ ટ્રિબ્યુનલમાં સભ્યોની નિમણુંક મુદે હાઈકોર્ટે અર્બન ડેવલ્પમેન્ટ વિભાગને નોટીસ પાઠવી
રેરા એપલેટ ટ્રિબ્યુનલમાં સભ્યોની નિમણુંક મુદે હાઈકોર્ટે અર્બન ડેવલ્પમેન્ટ વિભાગને નોટીસ પાઠવી

રેરા એપલેટ ટ્રિબ્યુનલમાં ટેકનિકલ સભ્યોની નિમણુક ન કરાતા હાલમાં કેસ ફુડ સેફટી એપેલેટ ટ્રિબ્યુનલના જ્યુડિશયલ સભ્યોને ચાર્જ સોંપવામાં આવ્યું હોવાથી તેઓ કેસ સાંભળે છે. તાત્કાલીક ધોરણે રેરા એપેલેટ ટ્રિબ્યુનલમાં સભ્યોની નિમણુંક કરાઇ તેવા હેતુથી જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. ઘણા લાંબા સમથી ભરતી ન કરાતા ફુડ સેફટી એપલેટ ટ્રિબ્યુનલ પર કેસનું ભારણ વધી ગયું છે.

અરજદારે દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરી હતી કે RTI થકી મેળવેલ માહિતીથી માલુમ થયું છે કે હાલના સમયમાં ફુડ એફટી એપેલટ ટ્રિબ્યુનલમાં પુરતો સ્ટાફ નથી અને રેરા ટ્રિબ્યુનલમાં ભરતી ન કરાતા તેના પર કેસનું ભારણ વધે છે. જે રેરાના કાયદાની જોગવાઈ વિરૂધ છે. રેરા એપેલેટ ટ્રિબ્યુનલ કાયદો અને ન્યાયિક વિભાગ હેઠળ હોવો જોઈએ જેની જગ્યાએ શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગના તાબા હેઠળ કામગીરી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details