ગુજરાત

gujarat

તૈયાર રહેજોઃ ઓખાથી લઈ ઉમરગામ સુધીના પંથકમાં અનંતનાગ જેવી ઠંડીના એંધાણ

By

Published : Jan 14, 2023, 11:04 AM IST

Updated : Jan 14, 2023, 11:17 AM IST

સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થાય છે. પરંતુ આ વર્ષે મોડો શરૂ થયેલો શિયાળો લાંબા સમય બાદ વિદાય લે એવું લાગી રહ્યું છે. હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર (Gujarat Weather Forecast) આવનારા ચાર દિવસમાં હજું પણ વધારે ઠંડીનો અહેસાસ થાય એવા એંધાણ છે. ખાસ કરીને સુકા અને ઠંડા પવનોનું જોર વધશે એવી આગાહી (Winter Season in Gujarat) કરવામાં આવી છે.

Etv Bharatતૈયાર રહેજોઃ ઓખાથી લઈ ઉમરગામ સુધીના પંથકમાં અનંતનાગ જેવી ઠંડીના એંધાણ
Etv Bharatતૈયાર રહેજોઃ ઓખાથી લઈ ઉમરગામ સુધીના પંથકમાં અનંતનાગ જેવી ઠંડીના એંધાણ

તૈયાર રહેજોઃ ઓખાથી લઈ ઉમરગામ સુધીના પંથકમાં અનંતનાગ જેવી ઠંડીના એંધાણ

અમદાવાદઃરાજયમાં ઠંડીનું જોર યથાવત છે. શનિવારથી આગામી ચાર દિવસ ઠંડીમાં વધારો થશે. આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે પણ ઠંડા પવન રહેવાની શક્યતાઓ છે. ઉત્તરાયણમાં ઠંડીના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે.આગામી તારીખ 13-14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ બર્ફીલા પવનથી ગુજરાત ઠુંઠવાયું, નલિયા કાશ્મીર બનતા ઠંડુગાર

તાપમાન ઘટશેઃ છેલ્લા ચાર દિવસમાં અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં 3 ટકાનો ધટાડો થયો છે. અમદાવાદમાં 13 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઓછો નોંધાયો છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે તારીખ 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિનો રહેશે. છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જવાની રસિયાઓ ફરિયાદ કરતા હતા, એ આ વખતે દૂર થઈ જશે એ નક્કી છે.

પવન રહેશેઃહવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આગામી ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાનનો પારો 14 ડીગ્રીની આસપાસ જ રહેશે. સવારના સમયે પવનની ગતિ સહેજ તેજ રહેશે અને કલાકના 14 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે તાપમાન વધવા લાગશે અને ધીરે-ધીરે 4 વાગ્યા સુધીમાં ડીગ્રીએ પહોંચશે. જ્યારે પવનની ગતિ પણ નિયંત્રિત થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જશે.

આ પણ વાંચોઃ Jammu and Kashmir Snowfall: ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ

હાડ થિજવતી ઠંડીઃસમગ્ર ગુજરાત રાજ્યમાં હાડ થિજવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. માત્ર એક દિવસમાં હવામાન પલટાઈ જતા વહેલી સવારે ભેજના પ્રમાણમાં વધારો થયો છે. નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી ગગડી જતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. 5 ડિગ્રી તાપમાનમાં રસ્તા પર જાણે કર્ફ્યૂ લાગ્યો હોય એવો માહોલ હતો. ગુરૂવારે અમદાવાદનું તાપમાન પણ 17 ડિગ્રીએ સ્થિર થઈ ગયું હતું.

કોલ્ડવેવ ફૂંકાશેઃહવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર આવનારા દિવસોમાં કોલ્ડવેવ ફૂંકાશે. જેના કારણે ઠંડી વધવાના એંધાણ છે. છેલ્લા પાંચ દિવસથી ઠંડી લોકોને રીતસર ધ્રુજાવી રહી છે. રાજ્સ્થાનમાં આવેલા માઉન્ટ આબુમાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે ત્યાં આવતા સહેલાણીઓને મોજ પડી ગઈ હતી.

Last Updated : Jan 14, 2023, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details