ગુજરાત

gujarat

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી, આટલા દિવસ વરસાદ સાથે વાતાવરણ ઠંડુ રહેશે

By

Published : Mar 21, 2023, 6:05 PM IST

અમદાવાદ સ્થિત હવામાન વિભાગની કચેરી તરફથી આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કેટલાક ઠેકાણે વરસાદ પડી શકે છે. જેને પગલે વાતાવરણમાં ઠંડક રહેશે તેમ અધિકારી દ્વારા જણાવાયું છે.

Gujarat Weather Update : હવામાન વિભાગની આગાહી, આટલા દિવસ વરસાદ સાથે વાતાવરણ ઠંડુ રહેશે
Gujarat Weather Update : હવામાન વિભાગની આગાહી, આટલા દિવસ વરસાદ સાથે વાતાવરણ ઠંડુ રહેશે

ત્રણ દિવસ વરસાદ પડી શકે

અમદાવાદ : ચૈત્રના દનૈયાં પૂરા તપે તેવા આસાર હવામાન પરથી લાગી રહ્યું નથી. આજે અમદાવાદમાં બપોર સુધી વાદળ છવાયેલાં જોવા મળ્યાં હતાં. આવતીકાલથી ચૈત્ર મહિનો બેસી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ વિશે વધુ માહિતી આપી હતી.

ગરમી વચ્ચે વરસાદ : ગુજરાતમાં ચાલુ વર્ષે રાજયના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, રાજ્યમાં ગરમી વચ્ચે પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે એપ્રિલ અને મે માસમાં પણ હવામાન વિભાગે માવઠાની શકયતાની આગાહી કરી છે. ત્યારે માવઠાની આગાહીને પગલે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ

કયા વિસ્તારમાં વરસાદ : હવામાન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ,તાપી નવસારી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. જોકે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે પૂરા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુઘી ગાજવીજ સાથે વરસાદ પડવાનું શક્યતાઓ પણ નકારી શકાય નહીં.

સામાન્યથી મધ્યમ વરસાદ : હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે ગાજવીજ સાથે ભારે પવન અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે. જ્યારે ગુજરાતના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ, સુરત નવસારી વલસાડ ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ પાક લેવાની તૈયારી કરતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. માવઠાના મારથી એક તરફ ઊભો પાક નાશ થઈ જવાની દહેશત છે, તો બીજી તરફ વરસાદને કારણે રોકડીયા પાકોમાં પણ મોટું નુકશાન થાય તેવી શક્યતાઓને નકારી શકાય નહી.

આ પણ વાંચો Kutch News : આંબેથી કેરીઓ પડી નીચે, 90 ટકા માલ ખરી જતા ખેડૂતોને રોવાનો વારો

બે સીસ્ટમો સક્રિય : જોકે વાતાવરણમાં આવેલા પલટાને લઈ ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ કહ્યું કહ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં આ વર્ષનો વરસાદ સૌથી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આટલો લાંબો સમય વરસાદી માહોલ રહેવાના અનેક કારણો ગણી શકાય. જેમાં પશ્ચિમી વિક્ષોભના કારણે ઉપરના વાતાવરણમાં ભેજ થવાનું એક કારણ હોઈ શકે. બીજું બંગાળની ખાડીમાંથી ઉદભવેલા પશ્ચિમી પવનોને લીધે માવઠું સર્જાયું છે. આમ બે સીસ્‍ટમ એક સાથે સક્રિય થતાં રાજ્‍યમાં અને અન્‍ય જગ્‍યાઓએ પણ વરસાદ પડી રહ્યો છે. જોકે હાલ તો વરસાદને કારણે સર્જાયેલું વાદળછાયું વાતાવરણ અને હવામાં ભેજને કારણે ઠંડક ફેલાઈ છે. સાથે સાથે વરસાદી માહોલ ખેડૂતો માટે માઠા સમાચાર લાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details