ગુજરાત

gujarat

Gujarat Rain Update : રાજ્યમાં આ સમય દરમિયાન વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી હવામાન વિભાગે

By

Published : Aug 11, 2023, 5:23 PM IST

ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ મધ્યમથી સામાન્ય વરસાદ લઇને આવી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે ક્યાં વરસાદ પડી શકે છે તે જૂઓ આ અહેવાલમાં.

Gujarat Rain Update : વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરતો હવામાન વિભાગ
Gujarat Rain Update : વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરતો હવામાન વિભાગ

મધ્યમથી સામાન્ય વરસાદ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ત્રીજા રાઉન્ડનાં અંતે કુલ સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે. ત્રીજા રાઉન્ડમાં પડેલા સારા એવા વરસાદ બાદ થોડા સમય માટે વરસાદે બ્રેક મારી હતી. ત્યારે હવે થોડા સમયના વિરામ બાદ વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાને લઈને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતાહવામાન વિભાગે 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા હોવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. જોકે ગત મહિને ગુજરાતમાં વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે હવે જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાવાની શક્યતા છે. વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ: ચોમાસુ શરૂ થતાંની સાથે જ ગુજરાતમાં ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી હતી અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું, જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળ્યો હતો.

સીઝનની સરેરાશની નજીકઅત્યાર સુધી વરસાદના આંકડાઓ કુલ સિઝનની સરેરાશ સુધી પહોંચી ગયા છે. જ્યારે 3 રાઉન્ડ બાદ ગુજરાતની નદીઓમાં નીર આવી ગયા છે અને ડેમોની સપાટી પર ભયજનક સ્થિતિની નજીક પહોંચી ગઈ છે. હવે આવનારા દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોથો રાઉન્ડ ગુજરાતમાં મેઘમહેર કરી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

લોકોમાં હાશકારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં ફરીથી વરસાદની એન્ટ્રી કારણે હવે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે. વરસાદના ચોથા રાઉન્ડમાં ગુજરાતમાં ફરીવાર મેઘરાજા એન્ટ્રી કરવા જઈ રહ્યા છે ત્યારે આ રાઉન્ડમાં તારાજી જોવા મળે તેવી શક્યતા નથી. માધ્યમ વરસાદની આગાહીના કારણે લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

  1. Kutch Banni Area: બન્ની ગ્રાસલેન્ડે લીલી ચાદર ઓઢી, વરસાદ બાદ ઘાસનું મબલખ ઉત્પાદન, જુઓ ડ્રોનના આકાશી દ્રશ્યો
  2. Gujarat Rain Update: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે, બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણની અસર નહિ થાય
  3. Kutch Kharif Crop Planting : જિલ્લામાં 83.04 ટકા હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર

ABOUT THE AUTHOR

...view details