ગુજરાત

gujarat

Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે

By

Published : Apr 15, 2022, 7:30 PM IST

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022)ભાજપના તમામ મોરચા દ્વારા કામગીરી શરૂ થઈ છે. આ કામગીરીમાં OBC મોરચો પણ(Gujarat OBC Morcha) એક્ટીવ બન્યો છે. ઉત્તરપ્રદેશની જેમ આગામી દિવસોમાં OBC મૉરચો ખાટલા બેઠક યોજવાની રણનીતિ ઘડી રહ્યો છે. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા OBC સમુદાયના નિર્ણયો અંગે લોકસંપર્ક કરીને મતદારો આકર્ષવા રૂપરેખા ઘડાઈ છે.

Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે
Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે

અમદાવાદઃ2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના તમામ (Bharatiya Janata Party )મોરચા દ્વારા કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેમાં OBC મોરચો( Gujarat OBC Morcha)પણ એક્ટીવ બન્યો છે. 2022 ની ચૂંટણી (Gujarat Assembly Election 2022)પહેલા OBC સમુદાયમાં સમાવિષ્ટ પામતી નાની જ્ઞાતિઓ પર ભાજપે ફોકસ હાથ ધર્યુ છે. આ સમાજના લોકોને આકર્ષવા માટે OBC મોરચાએ ખાસ રણનીતિ બનાવી છે.

ગુજરાત OBC મૉરચો

ગુજરાતમાં OBCની કેટલી વસ્તી ? -ગુજરતમાં 52 ટકા OBC સમુદાય (Gujarat OBC Morcha)વસવાટ કરે છે. આ સમુદાયની મોટી વોટબેન્ક ઉપરાંત OBC સમુદાયમાં આવતા અન્ય નાના સમાજને આકર્ષવા માટે ભાજપ દ્વરા કમર કસવાની શરુઆત થઈ છે. જેના ભાગ રૂપે આજે દિનેશ હોલ અમદવાદમાં (Dinesh Hall Ahmedabad)ભાજપના OBC મોરચાની બેઠક (Gujarat Assembly Election 2022)મળી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય OBC મોરચાના (BJP National OBC Front)મહામંત્રી સંગમલાલ ગુપ્તા અને ગુજરાત ભાજપનાOBC મોરચાના પ્રમુખ ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને ઉતરઝોનની બૃહદ બેઠક યોજાઈ હતી.

આ પણ વાંચોઃNEET PG Counselling: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, OBC અને EWSને મળશે અનામતનો લાભ

ભાજપ યોજશે ખાટલા બેઠક -ઉત્તરપ્રદેશની જેમ આગામી દિવસોમાં OBC મૉરચો ખાટલા બેઠક યોજવાની રણનીતિ ઘડી રહ્યો છે. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા OBC સમુદાયના નિર્ણયો અંગે લોકસંપર્ક કરીને મતદારો આકર્ષવા રૂપરેખા ઘડાઈ છે. મંડળ વાઈઝ બેઠકમાં ખાટલા બેઠક સાથે ક્યા ગામમાં કેટલા કેટલા સમુદાયના મતદારો છે ? એમાં OBC સમુદાયના મતદારો કેટલા ? વગેરે બાબતોની ગણતરી કરાશે.

સત્તા નક્કી કરે છે OBC વોટ ! -રાજ્ય અને દેશના આર્થિક વિકાસમાં OBC સમુદાયનો મોટો ફાળો રહ્યો છે. મોટાપાયે OBC સમુદાય મિડલ ક્લાસ છે. સત્તાના સિંહાસન સુધી પહોંચવા ઓબીસી વોટ પગથિયા છે. પરંતુ અલગ-અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલ હોવાને લીધે તેનું કોઈ આગવું રાજકીય મહત્વ રાજકારણમાં જોવા મળતુ નથી.
આ પણ વાંચોઃNational BJP OBC Front : 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે 1 વર્ષમાં 28 રાજ્યોમાં OBC મોરચાની રચના કરી

ABOUT THE AUTHOR

...view details