ગુજરાત

gujarat

ક્રિટિકલ વાઈલ્ડ લાઈફ હેબીટેડ પ્રસ્તાવને વિત્યા 5 વર્ષ, હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને એફિડેવિટ રજુ કરવાનો આદેશ

By

Published : May 16, 2019, 8:29 PM IST

અમદાવાદ: વર્ષ 2014માં ગીર, પનિયા, મિતયાલા અભ્યારણ અને તેના આસપાસના વિસ્તારમાં ક્રિટિકલ વાઈલ્ડ લાઈફ હેબીટેડ બનાવવા માટે ચીફ ફોરેસ્ટ કન્ઝરવેટર દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ પગલા ન લેવાતા હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મુદ્દે એફિડેવિટ રજુ કરવાનો આદેશ કર્યો છે. અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર્યાવરણ મંત્રાલય સહિત છ જેટલા પક્ષકારોને નોટીસ પાઠવી હતી.

ગુજરાત હાઇકોર્ટ

તો આ મામલે અરજદાર વતી એડવોકેટ અભિસ્ટ ઠક્કર હાઇકોર્ટમાં અરજી કરી કે પાંચ વર્ષ પહેલા વન વિભાગ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજ દિવસ સુધી ગીર અભ્યારણ કે તેના આસપાસના વિસ્તારોમાં ક્રિટિકલ વાઈલ્ડ લાઈફ હેબિટેટ ઉપલબ્ધ કરવામાં આવ્યાં નથી. રાજ્ય સરકારએ પર્યાવરણ વિભાગ અને કેટલાક અન્ય લોકોના દબાણ હેઠળ આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી ન હોવાની દલીલ કરી હતી.

શું છે ક્રિટિકલ વાઈલ્ડ લાઈફ હેબિટેટ ?

ક્રિટીકલ વાઈલ્ડ લાઈફ હેબિટેટ એટલે એવુ અભ્યારણ કે જંગલ વિસ્તાર કે જ્યાં માનવીઓનો પ્રાણીઓ સાથે હસ્તક્ષેપ થતો નથી.

અરજદારે રજૂઆત કરી હતી કે, વર્ષ 2015માં ગીર અને તેના આસપાસના વિસ્તારમાં અંદાજે સિંહોની કુલ વસ્તી 523 જેટલી હતી, જે પૈકી 168 જેટલા સિંહો ગીર અભ્યારણની બહાર રહે છે. આટલી મોટી સંખ્યામાં સિંહો અભ્યારણની બહાર રહેતા હોવાથી તેમના શિકાર,માર્ગ અકસ્માત અને વીજકરંટથી મૃત્યુની સંભાવના વધી જાય છે. જેથી આ વિસ્તારમાં ક્રિટિકલ વાઈલ્ડ લાઈફ હેબિટેટની જરૂર છે.

ક્રિટિકલ વાઈલ્ડ લાઈફ હેબિટેટના બનાવવામાં આવ્યા હોવાથી પાંચ વર્ષમાં 310 જેટલા સિંહના મોત થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં સિંહોના મોત થતા અરજદાર દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details