ગુજરાત

gujarat

Gujarat High Court: HCએ રખડતા ઢોરની કામગીરીનું 24 કલાક મોનિટરીંગ કરવા AMCને આપ્યો આદેશ

By

Published : Feb 13, 2023, 10:11 PM IST

ગુજરાતના તમામ શહેરોમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ ત્રાસ મામલે આજે (સોમવારે) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટની અનેકવાર ટકોર અને તંત્રની સતત કામગીરી વચ્ચે પણ રખડતા ઢોરના કારણે અનેક લોકોના મૃત્યુ થવાની અને ઈજા થવાના સમાચાર સામે જ આવી રહ્યા છે. જોકે, આ મામલે હાઇકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાને તાકીદ કરી હતી.

Gujarat High Court: HCએ રખડતા ઢોરની કામગીરીનું 24 કલાક મોનિટરીંગ કરવા AMCને આપ્યો આદેશ
Gujarat High Court: HCએ રખડતા ઢોરની કામગીરીનું 24 કલાક મોનિટરીંગ કરવા AMCને આપ્યો આદેશ

અમદાવાદઃરાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ હજી પણ યથાવત્ છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસ મામલે ગુજરાત હાઇકોર્ટે જે સુઓમોટો કરી છે. તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે રજૂઆત કરી હતી કે, રખડતા ઢોરના કારણે લોકો હજી પણ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. તેમ જ અનેક લોકોના મૃત્યુ થવાના સમાચાર દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે. સાથે જ પહેલાંની જેમ જ 24 કલાક મોનિટરિંગ ચાલુ રાખવામાં આવે. તંત્ર કામ કરી રહ્યું છે, પરંતુ હજી ક્યાંક કચાશ રહી જતી હોવાના કારણે રસ્તામાં ખૂલ્લેઆમ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.

આ પણ વાંચો2002 Riot Case: આરોપી તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે થશે ચાર્જફ્રેમ, હવે સેશન્સ કોર્ટમાં સુનાવણી

HCએ AMCને આપ્યા આદેશઃ આ સમગ્ર મામલે સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને સતત 24 કલાક કામગીરી કરવા માટેના આદેશ આપ્યા હતા. તેમ જ 24 કલાક મોનિટરીંગ કરવામાં આવે એવી તાકીદ પણ કરી હતી. ઉપરાંત રખડતા ઢોરની કામગીરીને વધુ પડતી સઘન બનાવવામાં આવે તેમ જ જ્યાં પણ રખડતા ઢોરની કાર્યવાહી કરવામાં ન આવી રહી હોય ત્યાં એક્શન પણ લેવામાં આવે.

કોર્ટે સરકારને આપ્યો હતો આદેશઃ મહત્વનું છે કે, ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે, આજ દિન સુધી તમે રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે કયા કયા પગલાં લીધાં છે. આ મામલે સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, રખડતા ઢોરને ત્રાસ દૂર કરવા અમે તમામ જરૂરી પગલાં લીધા છે. તે મુજબ સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના ત્રાસને લઈને બાંહેધરી પણ આપી હતી કે, તેઓ આવનારા દિવસોમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે પગલાં લઈ રહી છે. સાથે જ કોર્ટે સરકારને રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો.

16,323 ઢોરને પકડવામાં આવ્યાઃ મહત્વનું છે કે, રખડતા ઢોરનો જે ત્રાસ વધી રહ્યો છે. તેમાં લોકો દ્વારા રખડતા ઢોરના ત્રાસના આતંકની ફરિયાદો કરવામાં આવતી હોય છે. તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ, છેલ્લા 10 મહિનામાં અમદાવાદ શહેરમાં 16,323 જેટલા રખડતા ઢોરને શહેરભરમાંથી પકડવામાં આવ્યા હતા.

કયા મહિનામાં કેટલા ઢોર પકડ્યા?:ઢોર પાર્ટી દ્વારા મે 2022માં 1808, જૂન 2022માં 1609, જુલાઈ 2022માં 1311, ઓગસ્ટ 2022માં 1299, સપ્ટેમ્બર 2022માં સૌથી વધુ 2640 ઢોર, ઓક્ટોબર 2022માં 1099, નવેમ્બર 2022માં 1742, ડિસેમ્બર 2022માં 1992 અને છેલ્લા જાન્યુઆરી 2023માં 1921 પકડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોDevayat Khawad: રાણાને સેશન કોર્ટે બાંધી રાખ્યો, વચગાળાના જામીન ફગાવી દીધા

આગામી મહિને હાથ ધરાશે સુનાવણીઃ સાથે જ મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સરકારને અને તંત્રને રખડતા ઢોરની કામગીરીને સઘન બનાવવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી મહિનામાં હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details