ગુજરાત

gujarat

Gujarat High Court News : કેમિકલ કંપનીઓ સામે કોઈ પગલાં ન લેતા જીપીસીબી સામે હાઇકોર્ટે લાલ આંખ કરી

By

Published : Mar 1, 2023, 7:22 PM IST

રાજ્યમાં સતત વધી રહેલા પ્રદૂષણ અને કેમિકલ કંપનીઓને લઈને ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર લાલ આંખ કરી છે. પ્રદૂષણ ફેલાવતી કેમિકલ કંપનીઓ સામે કોઈપણ પ્રકારના પગલા લેવામાં ન આવતા હાઇકોર્ટે જીપીસીબી સામે નારાજગી વ્યક્ત કરી છે.

Gujarat High Court News : કેમિકલ કંપનીઓ સામે કોઈ પગલાં ન લેતા જીપીસીબી સામે હાઇકોર્ટે લાલ આંખ કરી
Gujarat High Court News : કેમિકલ કંપનીઓ સામે કોઈ પગલાં ન લેતા જીપીસીબી સામે હાઇકોર્ટે લાલ આંખ કરી

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં સુત્રાપાડામાં આવેલી કેમિકલ કંપનીઓ વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી છે. આ કેમિકલ કંપનીઓ નજીકમાં આવેલા ખેતરોમાં કેમિકલવાળું પાણી છોડતી હતી જેના કારણે પાકને નુકસાન થતું થતું હતું. આ સમગ્ર મામલે જાણ કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જીપીસીબી દ્વારા કરવામાં આવી નથી.

શું છે સમગ્ર મામલો? :આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો સુત્રાપાડામાં કેમિકલની વિવિધ પ્રકારની અનેક કંપનીઓ આવેલી છે. આ કંપનીઓની નજીક જ ખેતરો આવેલા છે. આ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડવામાં આવતું હતું જેના કારણે પાકને નુકસાન થતું હતું અને ઉભો થયેલો પાક ઉભે ઉભો બળી જતો હતો. આના કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું હતું તેથી આ સમગ્ર મામલે ખેડૂતોએ જીપીસીબી માં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી

જીપીસીબીમાં રજૂઆત છતાં કાર્યવાહી નથી થતી :ખેડૂતોએ જીપીસીબીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જીપીસીબી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. અરજદાર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેમિકલ એકમોના કારણે જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે અમારા પાકને અને ખેતરોની ફળદ્રુપ જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. તારો પાક ન આવવાના કારણે આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતે જીપીસીબીમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

આ પણ વાંચો કોર્ટ મિત્ર અને GPCBએ નદીનું કર્યું ઇન્સ્પેકશન, સ્થિતિ ખૂબ ગંભીર

જીપીસીબી સામે લાલ આંખ :આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટ જીપીસીબી સામે લાલ આંખ કરી છે અને વેધક સવાલો કરવામાં આવ્યા છે કે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે જીપીસીબી મૌન કેમ છે? ફરજ પરના અધિકારીઓ કેમ આ બાબતે કોઈ કાર્યવાહી રહ્યા નથી? આ બાબતને લઈને હાઇકોર્ટ દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે હાઇકોર્ટ પગલા લેવાના જીપીસીબીને આદેશ કર્યા છે તેમજ કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલે વધુ ડુંગળી આગામી 27 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

પ્રદૂષણનું સ્તર ખૂબ જ ભયજનક :અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં અને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણનું સ્તર ખૂબ જ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. વાતાવરણની સાથે સાથે નદીઓમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીને કારણે પ્રદૂષણ વધી રહ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. ત્યારે હવે ખેતરો અને અનાજના પાકો પણ પ્રદૂષણથી બાકાત રહ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details