ગુજરાત

gujarat

Gujarat High Court News : ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ સંદર્ભે વેરાવળ પોલીસ અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા ફરમાન

By

Published : Mar 15, 2023, 9:09 PM IST

વેરાવળના ડો અતુલ ચગ આત્મહત્યા કેસ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી યોજાઇ હતી. ડોક્ટર ચગના પરિવાર દ્વારા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી છે તે કેસની સુનાવણી આગળ વધી હતી. આ મુદ્દે આજે હાઇકોર્ટે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ વેરાવળ પોલીસકર્મીઓને નોટિસ પાઠવાઇ છે અને 28 માર્ટે રુબરુ હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન કરાયું છે.

Gujarat High Court News : ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ સંદર્ભે વેરાવળ પોલીસ અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા ફરમાન
Gujarat High Court News : ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ સંદર્ભે વેરાવળ પોલીસ અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા ફરમાન

અમદાવાદ : વેરાવળના ખૂબ જ જાણીતા ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં 15 માર્ચે વધુ સુનાવણી યોજાઇ હતી. વેરાવળ પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી તેમ જ એફઆઇઆર નોંધતી નથી તેવા આક્ષેપ સાથેની અરજી ડોક્ટરના પરિવાર દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી છે. પરિવાર દ્વારા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી છે.જે મુદ્દે આજે હાઇકોર્ટે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ વેરાવળ પોલીસકર્મીઓને નોટિસ પાઠવી છે.

આજે સુનાવણી થઇ :ગીર સોમનાથના વેરાવળના વિખ્યાત ડોક્ટર અતુલ ચગે થોડા દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. જેમાં આત્મહત્યા બાદ તેમની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. પરિવારજનો દ્વારા એફઆઇઆર નોંધવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન હતા આ સમગ્ર ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે જે મુદ્દે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો Doctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી

સરકારી વકીલ પાસે કોઈ જ માહિતી ન હતી : ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારી વકીલને સવાલ પણ કરવામાં આવ્યા હતા કે એફઆઇઆરના બાબતે શું સ્ટેટસ છે ? એવા સવાલ કરવામાં આવ્યા હતા. જોકે આ અંગે સરકારી વકીલ પાસે કોઈ જ માહિતી ન હતી. આ મામલે પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે. સુસાઇડનું કારણ અને બધી વિગતો સામે હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની રાજકીય દબાણ કે બીજા કોઈ કારણોસર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

હાઇકોર્ટે પણ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે પણ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા હતા. આ સાથે જ કોર્ટના હુકમના તિરસ્કાર બદલાઈ કોર્ટે ડીઆઈજી મયંકસિંહ ચાવડા, એસપી મનોહરસિંહ જાડેજા, અને પીઆઈ સુનીલ ઈશરાનીને નોટિસ ઈસ્યુ કરી છે. તેમજ 28 માર્ચ હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે પણ હુકમ કર્યો છે.

શું છે ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ? : તાજેતરમાં જ વેરાવળના નામાંકિત ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચારી મચી હતી. ડોક્ટરની સ્યુસાઇડ નોંધમાં બે વ્યક્તિઓના કારણે આત્મહત્યા કરી રહ્યા છે તેવી નોંધ લખવામાં આવી હતી. જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણભાઈ ચૂડાસમાના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે એવી નોંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ

સાંસદ અને તેમના પિતા સામે કાર્યવાહી ન થવાનો આક્ષેપ :વેરાવળના ડોક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. સ્યુસાઇડ વખતે ડોક્ટરે સ્યુસાઇડ નોટ પણ લખેલી છે. જેને પોલીસે ત્યાંથી કબજે પણ કરી હતી. આ નોટમાં જૂનાગઢના ભાજપના લોકસભાના સાંસદ રાજેશભાઈ ચૂડાસમા અને તેમના પિતા નારણભાઈ ચૂડાસમાના નામ સામે આવ્યા છે. જે નામ લખવામાં આવ્યા હતાં તે જોઈને જ પોલીસ કોઈ એક્શનમાં નથી આ લોકોના નામ સામે આવ્યા પછી પોલીસ દબાઈ ગઇ હોય અને કોઈપણ ઠોસ કામગીરી દેખાય રહી નથી તેવી પરિવાર દ્વારા રજૂઆત થઇ હતી.

28 માર્ચના રોજ પોલીસ અધિકારીએ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું પડશે :ડોક્ટર દ્વારા આત્મહત્યા કરતા પૂર્વે મરણ નોંધ લખવામાં આવી હતી જેમાં રાજકીય લોકોના મોટા નામ સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસને કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે હવે હાઇકોર્ટ દ્વારા આ કેસમાં કોટના તિરસ્કારના હુકમ બદલ પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવતા 28 માર્ચના રોજ પોલીસ અધિકારીએ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું પડશે અને ત્યાં સુધીમાં કોર્ટને જવાબ પણ આપવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details