ગુજરાત

gujarat

વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત

By

Published : Dec 6, 2022, 9:11 AM IST

Updated : Dec 8, 2022, 1:36 PM IST

વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની(hardik patel bjp win viramgam assembly seat) જીત થઇ છે. અમદાવાદની વિરમગામ બેઠક (Viramgam Assembly Seat) પરથી ભાજપે આ વખતે હાર્દિક પટેલને ટિકીટ આપી હતી. આ બેઠક જીતવી ભાજપ માટે ખૂબ જ કપરી કહેવાય છે તેમ છતાં હાર્દિક પટેલને અહીંથી (viramgam Hardik Patel win) ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે હાર્દિક પટેલ અહીંથી જીતશે કે હારશે તેનું ચિત્ર તો 8 ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે.

ભાજપે હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડાવી આપી મોટી જવાબદારી, હવે 8મીએ ખૂલશે પત્તા
ભાજપે હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડાવી આપી મોટી જવાબદારી, હવે 8મીએ ખૂલશે પત્તા

અમદાવાદ:વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની(hardik patel bjp win viramgam assembly seat) જીત થઇ છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે બીજા તબક્કા અંતર્ગત સોમવારે અમદાવાદમાં પણ મતદાન થયું હતું. આ વખતે અમદાવાદની વિરમગામ બેઠક (Viramgam Assembly Seat) પર સૌની નજર મંડાયેલી હતી.

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત

વિરમગામમાં મતદાનની સ્થિતિ સમગ્ર અમદાવાદમાં કુલ 58.32 ટકા મતદાન થયું હતું. તે અંતર્ગત વિરમગામમાં આ વખતે 63.95 ટકા મતદાન થયું હતું. જોકે વર્ષ 2017માં અહીં કુલ 68.16 ટકા મતદાન થયું હતું. વર્ષ 2017ની વાત કરીએ તો, તે સમયે અહીંથી ભાજપે તેજશ્રીબેન પટેલને ટિકીટ આપી હતી. તેમને કુલ 69,630 અને કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડને (Congress Candidate Lakha Bharwad for Viramgam) 76,178 મત મળ્યા હતાં. જેમાં કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડ (Congress Candidate Lakha Bharvad) નો 6548 મતથી વિજય થયો હતો.

કાંટાની ટક્કર

બેઠક પરનું સમીકરણવિરમગામ વિધાનસભા બેઠકની (Viramgam Assembly Seat) નવી સીમાંકનની બેઠકમાં પાટીદાર, ઠાકોર, દરબાર, સહિત ઈત્તર મતદારો પણ છે. વિરમગામ વિધાનસભા નવા સીમાંકન મુજબની ચૂંટણીમાં કુલ 158 ગામો છે. આ બેઠક પર ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ, કોળી પટેલ, દરબારો મતદારોનો દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર, કોળી પટેલ બંને સમાન જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિણૉયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે.

વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ જોકે, ચૂંટણીના મતદાન પહેલા વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થયો હતો. અહીં પાટીદાર અનામત આંદોલન સમિતિએ જ હાર્દિક પટેલનો ખૂલ્લેઆમ વિરોધ કર્યો હતો. સાથે જ અહીં વિરમગામ સહિતા વિસ્તારોમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપની સામે પડેલા હાર્દિક પટેલ બાવળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં તેમની સાથે સ્ટેજમાં દેખાયા હતા.

Last Updated :Dec 8, 2022, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details