ગુજરાત

gujarat

Gujarat Education Board Result: ધો.12 સાયન્સનું પરિણામ જાહેર, 65.58 ટકા પરિણામ-સૌથી વધારે હળવદ કેન્દ્રનું

By

Published : May 2, 2023, 9:07 AM IST

Updated : May 2, 2023, 9:51 AM IST

Gujarat Education Board Result: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવાયું છે. પહેલી વખત પરિણામ વોટ્સએપ પર પરિણામ જોઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનેશરિયાએ સવારે સમગ્ર પરિણામ વાંચી સંભળાવ્યું હતું. એમની સાથે બોર્ડના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માસ પ્રમોશન સામે માસ પરિણામમાં ઘટાડો થયો છે એવું પરિણામના વિશ્લેષણ પરથી કહી શકાય છે. વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ રિઝલ્ટ મેળવી શકે છે

Gujarat Education Board Result: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પહેલી વખત પરિણામ વોટ્સએપ પર
Gujarat Education Board Result: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પહેલી વખત પરિણામ વોટ્સએપ પર

ગાંધીનગરઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ઈતિહાસમાં પહેલી વખત વોટ્સએપથી બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે. પરિણામ gseb.org પર જોઈ શકાય છે. 72.05 ટકા વિદ્યાર્થિનીઓ અને 72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. કુલ મળીને 140 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. ગત વર્ષે સૌથી વધારે વધારે પરિણામ લાઠી કેન્દ્રનું આવ્યું હતું. આ વર્ષે મોરબી જિલ્લાના હળવદ કેન્દ્રનું સૌથી વધારે પરિણામ આવ્યું છે. લાઠીનું પરિણામ 96.12 ટકા હતું. જ્યારે હળવદ કેન્દ્રનું પરિણામ 91.41 ટકા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાનીને લઈને NSUIનો વિરોધ

સૌથી ઓછું પરિણામઃછેલ્લા બે વર્ષથી લિમખેડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવી રહ્યું છે. ગત વર્ષે 33.33 ટકા રહ્યું હતું. આ વર્ષે 22 ટકા પરિણામ છે. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી રહ્યો છે. ગત વર્ષે આ સ્થાન રાજકોટ જિલ્લાનું રહ્યું હતું. ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 85.78 હતું. જ્યારે આ વર્ષે સૌથી મોરબી 83.22 ટકાવારી સાથે આગળ છે. છેલ્લા બે વર્ષથી સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લાઓમાં દાહોદનું નામ યથાવત રહ્યું છે. ગત વર્ષે 40.19 ટકા પરિણામ હતું આ વર્ષે 29.44 ટકા પરિણામ છે. કુલ 27 શાળાઓ એવી છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76 રહી છે. જે ગત વર્ષે 61 રહી હતી.

Gujarat Education Board Result: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પહેલી વખત પરિણામ વોટ્સએપ પર

ગ્રૂપ વાઈસ પરિણામઃએ ગ્રૂપનું પરિણામ 72.27 ટકા આવ્યું છે. જ્યારે બી ગ્રૂપનું પરિણામ 61.71 ટકા રહ્યું છે. એબી ગ્રૂપનું પરિણામ 58.62 ટકા આવ્યું છે. જ્યારે સાયન્સનું કુલ પરિણામ 65.58 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા, હિન્દી માધ્યમનું 46.42 ટકા, મરાઠી માધ્યમનું 49.01 ટકા, ઉર્દુનું 77.78 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. એ વન ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 62, એ2 ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 1523, બી1 ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 6188, બી2 ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 11984, સીવન ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 19135, સી2 ગ્રેડ મેળવનારાની સંખ્યા 24185, ડી ગ્રેડ મેળવનારા 8975 વિદ્યાર્થીઓ, ઈવન ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 115 છે.

Last Updated : May 2, 2023, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details