ગુજરાત

gujarat

ગુજરાત બજેટ 2020-2021માં મહેસૂલ વિભાગ માટે કુલ રૂ.44.73 કરોડની જોગવાઈ

By

Published : Feb 27, 2020, 1:19 AM IST

ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવ્યું હતું. જેમાં લોકોના હિતને ધ્યાનમાં રાખીને શ્રમ અને રોજગારની શક્તિઓ વધારવા 1461 કરોડની જોગવાઈ કરાઈ છે.

a
ગુજરાત બજેટ 2020-2021માં મહેસૂલ વિભાગ માટે કુલ રૂ.44.73 કરોડની જોગવાઈ

ગાંધીનગરઃ બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણા પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું.

રાજ્યના ખેડૂત ખાતેદારો અને ઉદ્યોગકારોને મહેસૂલી વ્યવહારોમાં મુશ્કેલીઓ ના પડે તે માટે સરકારે અનેક ક્રાન્તિકારી મહેસૂલી સુધારાઓ કર્યા છે. ખેતીની જમીનની માપણી આધુનિક પદ્ધતિથી સચોટ થાય તે માટે વધુ 108 તાલુકામાં નવા ડી.જી.પી.એસ મશીનો વસાવવા રૂ.27 કરોડની જોગવાઈ


શહેરી તેમજ નગરપાલિકા વિસ્તારોમાં નાના ક્ષેત્રફળવાળા પ્લોટ , ખેતીની જમીન કે મિલકતની માપણી આધુનિક પદ્ધતિથી કરવા માટે 150 ઇલેકટ્રોનિક ટોટલ સ્ટેશન મશીન ખરીદવા રૂ.13 કરોડની જોગવાઈ

તાલુકા કક્ષાએ 283 જેટલી સેવાઓ પૂરી પાડતા જનસેવા કેન્દ્રોના આધુનિકીકરણ માટે રૂ.18 કરોડની જોગવાઈ

દસ્તાવેજોની નોંધણી માટે આવતા નાગરિકોને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા 260 સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરીઓ બનાવવા રૂ.15 કરોડની જોગવાઈ

મહેસાણા અને આણંદ જિલ્લાઓમાં વધતી જતી મહેસૂલી કામગીરીના ભારણને ધ્યાને લેતાં નવા મહેસૂલી ભવનના બાંધકામ માટે રૂ.10 કરોડની જોગવાઇ.

ABOUT THE AUTHOR

...view details