ગુજરાત

gujarat

ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ-2020ને લીલીઝંડી: નિકાસ તૈયારી સૂચકઆંકમાં ગુજરાત નંબર-1, ભરત પંડ્યાએ અભિનંદન પાઠવ્યા

By

Published : Aug 26, 2020, 7:45 PM IST

રાજ્ય સરકારની કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની કેબિનેટ દ્વારા 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહીબિશન) એકટ-2020'ને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે, જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે.

gujarat
ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ-2020ને લીલીઝંડી

અમદાવાદ: રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહીબિશન) એકટ-2020'ને મંજૂરી આપવામાં આવી છે. જે બાદ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આ નિર્ણયને આવકાર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે, જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિર્ણયથી ખેડૂતો સહિત તમામ કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ થશે, કડક સજાની જોગવાઈથી ભૂમાફિયાઓ અંકુશમાં આવશે.

ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ-2020ને લીલીઝંડી

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત ભારત સહિત વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત 'બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ' અને 'લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી' બની રહ્યું છે. ત્યારે ગુજરાતના સર્વાંગી વિકાસ યાત્રામાં 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહીબિશન) એકટ-2020' નવું બળ પૂરૂ પડશે. ગુજરાતમાં ભાજપ સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ અટકાવવા સંકલ્પબદ્ધ છે. જે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મહેસુલ પ્રધાન કૌશિક પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ-2020ને લીલીઝંડી

આ મહત્વના નિર્ણય અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ એકટ હેઠળ ગેરકાયદે જમીન હડપનારા તત્વો સામે વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવશે. કેસ દાખલ થયાના 6 મહિનામાં ઝડપી અને પારદર્શી સુનાવણીથી ગુનેગારોને 10થી 14 વર્ષ સુધીની જેલની કડક સજાની તેમજ જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યમાં આ એકટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે, ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈથી આ પ્રકારની પ્રવૃતિઓ અટકશે.

  • ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહીબિશન) એકટ-૨૦૨૦'ને લીલીઝંડી
  • ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ આપી પ્રતિક્રિયા
  • રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી ગેરકાનૂની
    ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ-2020ને લીલીઝંડી

ભરત પંડયાએ જણાવ્યું હતું કે, આજે ભારત સરકારના નીતિ આયોગે Export Preparedness Index-2020 (નિકાસ તૈયારી સૂચકઆંક)માં ગુજરાતને નંબર-1 જાહેર કર્યું છે. એક્સપોર્ટએ આત્મનિર્ભર ભારતનું અભિન્ન અંગ અને મહત્વનો ભાગ છે. વિશ્વના વ્યાપારમાં ભારતની નિકાસ બે ગણી થાય તેવા પ્રયાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યાં છે. એક્સપોર્ટના પ્રોત્સાહનથી ઉત્પાદન સાથે સંકળાયેલ પોલીસી અને યોજનાઓનું મહત્વનું યોગદાન રહેતું હોય છે.

ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ-2020ને લીલીઝંડી

ભાજપ પ્રવક્તાએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં નિકાસના પ્રોત્સાહન માટેની અનૂકુળ પોલીસી સાથે ઇસ ઓફ ડુંઇગના બિઝનેસને મહત્વ આપ્યું છે. એટલે આજે કેન્દ્ર સરકારના નીતિ આયોગે ગુજરાતને નિકાસ તૈયારી સૂચકઆંક (Export Preparedness Index)માં નંબર-1 જાહેર કરીને ગુજરાતના ઉત્પાદનકારો અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

ABOUT THE AUTHOR

...view details