ગુજરાત

gujarat

આનંદો... સ્ટાર્ટઅપ ઈન્ડિયા રેન્કિંગમાં ગુજરાત બેસ્ટ પરફોર્મર બન્યું

By

Published : Sep 11, 2020, 7:27 PM IST

Updated : Sep 11, 2020, 8:15 PM IST

ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ રેન્કિંગ 2019ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત બેસ્ટ પર્ફોર્મર જાહેર થયું છે. 21 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ગુજરાતે પહેલા નંબર પર આવીને પોતાનું ઉત્કૃષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત સરકારે ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી, ગુજરાત સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન (એસટીઆઈ) પોલિસી, ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી 2017 જેવી પૉલિસી દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહી છે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા
સ્ટાર્ટઅપ ઈન્ડિયા

અમદાવાદ: સ્ટાર્ટઅપ ઈન્ડિયા નેશનલ રેન્કિંગ 2019માં ગુજરાત બેસ્ટ પરફોર્મર બન્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. બિઝનેસ ગુજરાતીઓના લોહીમાં વહે છે, તે સાબિત થયું છે. ગુજરાતનું બેસ્ટ પર્ફોર્મન્સ આવ્યું તે પાછળ આ કારણો જવાબદાર છેઃ

જે સ્ટાર્ટઅપનો ઉદ્દેશ ઈનોવેશન અને ડેવલપમેન્ટ હોય છે તેવા તમામ સ્ટાર્ટઅપને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તેમજ અન્ય સહાય પણ આપવામાં આવે છે. જોકે કોઈ પણ સ્ટાર્ટપનું ટર્ન ઓવર વાર્ષિક રૂપિયા 100 કરોડ ન હોવું જોઈએ.

આનંદો... સ્ટાર્ટઅપ ઈન્ડિયા રેન્કિંગમાં ગુજરાત બેસ્ટ પરફોર્મર બન્યું
રાજ્યને નવા મજબૂત સ્ટાર્ટઅપ અને ટીમનો ટેકો છે. વર્ષ 2018માં ઈન્ડસ્ટ્રીઝ કમિશનરને નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા હતા. હાલમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને નાગાલેન્ડ ત્રણ રાજ્ય પાસે જ નોડલ ડિપાર્ટમેન્ટ, ઓફિસર અને ટીમ છે. સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ ઉપર કોઈપણ સ્ટાર્ટઅપ શરૂ કરનાર વ્યક્તિ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમિટ કરાવી શકે છે. ગુજરાત સ્ટાર્ટઅપ સેલ હેઠળ હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે, જેના પર ફોન કરીને કોઈ પણ સમસ્યાનું નિવારણ મેળવી શકાય છે. ગુજરાત પાસે 150થી વધારે સ્ટાર્ટઅપ મેન્ટર છે. ગુજરાત સરકાર પેટન્ટ અને ટ્રેડમાર્ક માટે સબસિડી આપી રહી છે. ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સપોર્ટ પોલિસી હેઠળ રાજ્યની યુનિવર્સિટીને પેટન્ટ માટે 5 કરોડ સુધી અને પ્રાઈવેટ તેમ જ સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીઓને 2.5 કરોડ સુધીની સહાય પુરી પાડે છે. સરકારે વર્ષ 2008માં અનુભવ વિના લોકોને પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજ્યમાં સ્ટાર્ટઅપની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. રાજ્યના ઓરિઓન, બ્રુક એન્ડ બ્લુમ્સ, હ્યુબિલી, આઈક્રિએટ અને લ્યુટેલિકા જેવા સ્ટાર્ટઅપને સર્વાધિક લોકોને પોતાની સાથે જોડવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જે પણ સ્ટાર્ટઅપને સહાય કરવા માટે પસંદ કરવામાં આવે છે તે સ્ટાર્ટઅપ શરૂ કરનારને ક્લાસરૂમ સેશન્સ, રિયલ કસ્ટમર ફિડબેક અને વન ટુ વન મેન્ટરિંગ જેવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિવિધ પ્રકારના બુટકેમ્પ અને હેકાથોન દ્વારા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે જાન્યુઆરી, 2000માં દેશમાં 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું હતું. કેન્દ્ર સરકારની આઈટી ક્ષેત્રની સંસ્થા નાસ્કોમના રીપોર્ટ મુજબ 2014થી 2019ના સમયગાળામાં વાર્ષિક એવરેજ 12થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટઅપમાં વૃદ્ધિ થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન 150 સ્ટાર્ટઅપમાંથી 43 ટકા સ્ટાર્ટઅપ માત્ર ગુજરાતમાં જ કાર્યરત હતા.

ગુજરાતમાં સ્ટાર્ટઅપ પૉલીસી અમલી છે, જેને પરિણામે 2014થી 2019 દરમિયાન 9000થી વધુ સ્ટાર્ટઅપની સ્થાપના થઈ હતી. તેમાં પણ ગુજરાત 1500 કરતા વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ અને ફંડેડ સ્ટાર્ટઅપની સંખ્યા ધરાવતું રાજ્ય બન્યું હતું.

Last Updated : Sep 11, 2020, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details