ગુજરાત

gujarat

Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રદેશનો વિસ્તૃત અહેવાલ હાઇકમાન્ડને સોંપશે

By

Published : Apr 21, 2022, 7:02 PM IST

Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રદેશનો વિસ્તૃત અહેવાલ હાઇકમાન્ડને સોંપશે
Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રદેશનો વિસ્તૃત અહેવાલ હાઇકમાન્ડને સોંપશે

ગુજરાત વિધાનસભાચૂંટણી નજીક (Gujarat Assembly Election 2022)આવી રહી છે ત્યારે એક બાદ એક નેતાની મુલાકાતનો દૌર શરૂ થયો છે. ભાજપ (Bharatiya Janata Party)પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં તેઓ વર્તમાન રાજકીય સામાજિક પરિસ્થિતિ પર ચર્ચા તથા સમીક્ષા કરશે. સાથે જ વર્તમાન પ્રધાનો સાથે અને પ્રદેશ બીજેપીના કોર કમીટીના સભ્યો સાથે પણ મુલાકાત કરશે.

અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલ નવી સરકાર રચાયા બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસમાં સરકાર અને સંગઠનમાં બેઠકનો ધમધમાટ રહેશે. જેમાં આગામી (Gujarat Assembly Election 2022)સમયના કાર્યક્રમ, સરકાર અને સંગઠન વચ્ચેનો તાલમેલ, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લોકો(Bharatiya Janata Party) સુધી કેમ પહોંચડવો જેવા વર્તમાન સમયના રાજકીય અને સામાજિક મુદ્દા પર ચર્ચા થશે.

ભાજપ પ્રદેશ પ્રભારી

ભાજપની કોર કમિટી સાથે યોજશે બેઠક -ગુજરાતમાં ચૂંટણી ભલે ડિસેમ્બરમાં યોજાવાની હોય પરંતુ ચૂંટણીનો ધમધમાટ તો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ વડાપ્રધાન બુધવારે દિલ્હી પહોંચ્યા તો બીજી તરફBJP પ્રદેશપ્રભારી ભુપેન્દ્ર યાદવ(Bhupendra Yadav) ગુરુવારથી 2 દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. જેમાં તેઓ વર્તમાન રાજકીય સામાજિક પરિસ્થિતિ પર ચર્ચા તથા સમીક્ષા કરશે. સાથે જ વર્તમાન પ્રધાનો સાથે અને પ્રદેશ BJP ના કોર કમીટીના સભ્યો સાથે પણ મુલાકાત કરશે.

આ પણ વાંચો: Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે

વિસ્તૃત રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે -મહત્વપૂર્ણ છે કે, નવી સરકારની રચનાને 6 માસ જેટલો સમય થઈ ચૂક્યો છે અને ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ત્યારે ભાજપના શીર્ષ નેતૃત્વની સીધી નજર ગુજરાત પર છે. જ્યાં એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાની ચોક્કસ રણનીતિ સાથે ગુજરાતમાં સક્રિય છે. ત્યારે ભાજપ ફરી એક વાર પોતાના જીતના રેકોર્ડને આગળ ધપાવવા મક્કમ છે. અહીંની બેઠકોનો વિસ્તૃત રિપોર્ટ હાઈકમાન્ડને સોંપાશે.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022 : શું ભાજપ 150 બેઠકોનો ટાર્ગેટ એચિવ કરી શકશે?

વડાપ્રધાનની ગુજરાતના કેટલાક નેતાઓ સાથે થઈ મુલાકાત -વડાપ્રધાનની ગુજરાત યાત્રા દરમિયાન ગૃહપ્રધાન હર્ષ સંઘવી, વીનું મોરડીયા, આઈ.કે.જાડેજા સહિત હોદ્દેદારો સાથે મુલાકાતનો સમાવેશ થાય છે. ત્યારે ભૂપેન્દ્ર યાદવની આ મુલાકાત પણ ચૂંટણીના મેદાન માટે આગામી સમયમાં ખૂબ જ સૂચક હોવાનું માનવામાં આવે છે. આગામી ચૂંટણીઓ સુધી તેમની આ યાત્રાઓ થતી રહેશે.

ABOUT THE AUTHOR

...view details