Gujarat Assembly Election 2022 : શું ભાજપ 150 બેઠકોનો ટાર્ગેટ એચિવ કરી શકશે?

author img

By

Published : Apr 20, 2022, 7:51 PM IST

Gujarat Assembly Election 2022 : શું ભાજપ 150 બેઠકોનો ટાર્ગેટ એચિવ કરી શકશે?

હાલમાં લોકો મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્ય વિશેના પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યાં છે. એવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ભાજપ આ મુદ્દાઓનો (Election issues in Gujarat ) ઉકેલ કેવી રીતે લાવશે? આપ દ્વારા આ સમસ્યાઓને લઈને સવાલો ઉઠાવાયાં છે. તો આગામી ચૂંટણીમાં ભાજપ 150 બેઠકોનો લક્ષ્યાંક (BJP Target 150 seats in Gujarat Election 2022) હાંસલ કરી શકશે? વાંચો આ વિશેષ અહેવાલ.

અમદાવાદ- ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022 ) હવે ગણતરીનો સમય બાકી છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણીઓને લઇને પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને શક્ય તેટલુ નુકશાન કરવા પ્રયત્ન કરશે. તો ભાજપનો ઉદેશ્ય ઇતિહાસમાં ન મળી હોય તેટલી સીટો પર જીત (BJP Strategies for Gujarat Assembly Elections) મેળવવાનો છે.

સી.આર.પાટીલનો 150થી વધુ સીટોનો ટાર્ગેટ - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની (BJP President C R Patil )આગેવાનીમાં ભાજપે પેટાચૂંટણીમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે સતત ઇલેક્શન મોડમાં રહેતા ભાજપને સી.આર.પાટીલે 150થી વધુ બેઠકો જીતવાનું (BJP Target 150 seats in Gujarat Election 2022 ) લક્ષ્ય આપ્યું છે. જો કે આ માટે ભાજપના કાર્યકરોએ અગાઉના ટાર્ગેટ 182 બેઠકો જીતવા જેટલી મહેનત કરવી પડશે.

સી.આર.પાટીલે કમાન પોતાના હાથમાં લીધી -આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કમાન પોતાના હાથમાં લીધી છે. તેઓ સતત ગુજરાતમાં પ્રવાસો કરી રહ્યા છે અને ચૂંટણીઓ પહેલા વનડે વન ડિસ્ટ્રીકટ થકી તેઓ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને સંગઠન માળખું બૂથ સ્તર સુધી મજબૂત કરશે.

ભૂતકાળમાં કોંગ્રેસે મેળવી હતી 149 બેઠક - ગુજરાતના ઇતિહાસમાં વિધાનસભાની ચૂંટણીઓમાં 1985માં સાતમી વિધાનસભામાં કોંગ્રેસે (Gujarat Congress ) 182 બેઠકોમાંથી સૌથી વધુ 149 બેઠકો મેળવી હતી. તે વખતે મુખ્યપ્રધાન તરીકે માધવસિંહ સોલંકી હતાં. જેનો રેકોર્ડ હજી સુધી અકબંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં ત્યારે યોજાયેલી ચૂંટણીઓમાં પણ આટલી બેઠકો આવી નથી.

રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવવા પ્રયત્ન - ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ 127 બેઠક 2002ની ચૂંટણીઓમાં આવી હતી. જ્યારે 2017ની ચૂંટણીમાં ભાજપને ફક્ત 99 બેઠકો મળી હતી. એટલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવવા પ્રયત્ન કરશે.

આ પણ વાંચોઃ ‘KHAM-થિયરી’ના જનક માધવસિંહનો આ રેકોર્ડ જે મોદી પણ તોડી ન શક્યા

ર્તમાન આયારામ-ગયારામની પરિસ્થિતિ - વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022 )અગાઉ વર્તમાનમાં રાજકીય પક્ષોમાં આયારામ ગયારામની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઈ ચૂંટણીઓમાં ભાજપ જે બેઠકો પર હાર્યું હતું. તેનું એનાલિસિસ કરીને વિરોધી પાર્ટીઓના મજબૂત નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે.

ભાજપ માટે પડકાર કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી - 2017 પછી ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓ ઉપર નજર નાખીએ તો કોંગ્રેસ (Gujarat Congress ) ભાજપ માટે કોઈ મોટો પડકાર રહી નથી. તેનું મુખ્ય કારણ કોંગ્રેસમાં અંદરો અંદરની લડાઈ અને કેન્દ્રીયસ્તરની નિષ્ક્રિયતા છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (Aam Admi Party to Fight Gujarat Election 2022)ભાજપ માટે મોટો પડકાર રહી છે. પંજાબમાં વિજય બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાત (Gujarat Assembly Election 2022 )જીતવા રણશિંગુ ફૂંકયું છે.

આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર
આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર

60 જેટલી બેઠકો જીતવાની શક્યતા - અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન ગુજરાત પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022 )હાલમાં યોજાય તો આમ આદમી પાર્ટી 60 જેટલી બેઠકો પર વિજય મેળવી શકે છે. એટલે કે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર બની શકે છે. ગુજરાતના લોકો પણ આમ આદમી પાર્ટી (Aam Admi Party to Fight Gujarat Election 2022)તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : આપ ગુજરાત પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકનો 58 બેઠક પર જીતનો દાવો

ગુજરાત ફતેહ માટે નરેન્દ્ર મોદી જ એક ચહેરો ! - ગુજરાત ભાજપના નેતાઓ ગમે તેટલી મોટી વાતો કરતા હોય પરંતુ સત્ય એ જ છે કે, જ્યારે પણ મતદાતાઓ મતદાન કરવા જાય છે ત્યારે તેમના મનમાં નરેન્દ્ર મોદીનો ચહેરો જ હોય છે. એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં સક્રિય થઇ ચૂક્યાં છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાનની સતત ગુજરાત યાત્રા યોજાઇ રહી છે. જેમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે.

ભાજપ સામે અનેક પડકાર -વર્તમાન સંજોગોની જો વાત કરવામાં આવે તો ભાજપ સામે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણની કથળેલી પરિસ્થિતિ, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ (Election issues in Gujarat ) છે. વળી ભાજપના નેતાઓમાં ગુજરાતમાં લાંબા સમયના શાસન અને કોઈ સ્પષ્ટ પડકાર ન હોવાથી ઘમંડ પણ દેખાઇ રહ્યો છે. તેના લીધે તેઓ એલફેલ નિવેદન કરી રહ્યા છે. જેને લઇને ગુજરાતની પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

હિન્દુત્વનો એજન્ડા - રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, વર્તમાનમાં ભલે ભાજપ સરકાર સામે અનેક મુશ્કેલીઓ હોય. પરંતુ તેમની જીતની એકમાત્ર ચાવી એ હિન્દુત્વનો એજન્ડા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં પણ મૂળ મુદ્દાઓની જગ્યાએ હિન્દુત્વનો મુદ્દે જ જીતી છે. ગુજરાતમાં પણ (Gujarat Assembly Election 2022 ) હિન્દુત્વના એજન્ડાના દ્વારા જ મતોના ધ્રુવીકરણનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રજા પણ આ જ મુદ્દાને ધ્યાન રાખીને વોટ આપી રહી છે. આ એજન્ડા થકી જ ભાજપ તેના લક્ષ્યની નજીક પહોંચી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.